દેશના દરેક વ્યક્તિને મફત ચેનલો નિહાળી શકશે, સરકારે મહત્વના મુસદ્દાને મંજૂરી આપી
નવી દિલ્હી : નવા વર્ષે કેન્દ્ર સરકારે એક મહત્વની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા નવી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. હવે સરહદી અને આંતરિયાળ…
ADVERTISEMENT
નવી દિલ્હી : નવા વર્ષે કેન્દ્ર સરકારે એક મહત્વની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા નવી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. હવે સરહદી અને આંતરિયાળ વિસ્તારના લોકો મફતમાં ટીવી જોઇ શકશે. કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. હવે બધા મફતમાં ટીવી જોઈ શકે છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે 2,539.61 કરોડ રૂપિયાના ખર્ચે બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક ડેવલપમેન્ટ સ્કીમ સંબંધિત માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
આંતરિયાળ અને સરહદી ગામડાઓમાં ફ્રી DD ડીશના સેટટોપ બોક્સ અપાશે
આ યોજના દ્વારા સરકારે અંતરિયાળ, આદિવાસી અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને આઠ લાખથી વધુ ડીડી ફ્રી સેટ-ટોપ બોક્સનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. પ્રસાર ભારતી – ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) અને દૂરદર્શન (DD) એમ બે મહત્ત્વપૂર્ણ પ્રસારણ વિભાગોને સુધારવા અને આધુનિક બનાવવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2025-26 સુધીમાં આ હેતુ માટે રૂ.2,539.61 કરોડની ફાળવણી કરી છે.
આ નિર્ણયથી સરકારી યોજનાઓથી માંડી દરેક સ્તરે વિકાસ સાધી શકાશે
અંતરિયાળ અને બોર્ડર એરિયામાં રહેતા લોકોને મફતમાં સેટ ટોપ બોક્ષ વિતરણ કરવામાં આવશે. તેઓ મફતમાં ટીવી ચેનલો નિહાળી શકશે. હાલમાં દૂરદર્શન 28 રિજનલ ચેનલ સહિત 36 ટીવી ચેનલ ચલાવે છે. તો ઓલ ઇન્ડિયા રેડિયો 500 થી વધુ પ્રસારણ કેન્દ્રોનું સંચાલન કરે છે. આ યોજનાથી દેશમાં એઆઈઆર એફએમ ટ્રાન્સમિટર્સનો વ્યાપ ભૌગોલિક વિસ્તાર દ્વારા 66 ટકા અને વસતીના હિસાબે 80 ટકા થઈ જશે, જે અનુક્રમે 59 ટકા અને 68 ટકા છે. આંતરિયાળ અને સરહદી વિસ્તારોને આ સેવા મળવાના કારણે સરકારી યોજનાઓથી માંડીને અનેક મુદ્દાઓ પર જાગૃતી લાવવામાં સરકારને મદદ મળશે. લોકોનો સર્વાંગી વિકાસ શક્ય બનશે.
ADVERTISEMENT
ADVERTISEMENT