ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધમાં પણ કોંગ્રેસના ફાંટા,રાજકોટની આમંત્રણ પત્રિકામાં ભાજપ સાથે કોંગ્રેસ અગ્રણીઓ નામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસને હવે રાજકીય રંગ લાગી ચૂક્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધમાં પણ કોંગ્રેસના ફાંટા જોવા મળ્યા છે. પ્રવક્તા મનીષ દોશી વિરોધ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ હેમાંગ વસાવડાએ સપોર્ટ કર્યો છે. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી આગમન પૂર્વે આજ સાંજે રાજકોટમાં દિવ્ય દરબારના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધઘાટન થવાનું છે. જોકે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધઘાટનની આમંત્રણ પત્રિકામાં મુખ્ય અતિથિમાં ભાજપ સાથે કોંગ્રેસ અગ્રણીઓ નામ પણ સામે આવ્યું છે.

રાજકોટમાં 1 જૂન અને 2 જૂનના રોજ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાનાર છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પૂર્વે આજ રાજકોટમાં દિવ્ય દરબારના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધઘાટન થવાનું છે. આ દરમિયાન મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધઘાટનની આમંત્રણ પત્રિકામાં મુખ્ય અતિથિમાં ભાજપ સાથે કોંગ્રેસ અગ્રણીઓ નામ પણ સામે આવ્યું છે. કોંગ્રેસ બાબાના દરબારને લઈ સવાલો ઊભા કરી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ નેતાઓના નામ આમંત્રણ પત્રિકામાં જોવા મળતા કોંગ્રેસના વિરોધમાં પણ ફાંટા જોવા મળ્યા છે.

અટકળો તેજ
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર યોજાશે. તે પહેલા સુરત ત્યાર બાદ અમદાવાદ અને છેલ્લે રાજકોટમાં દિવ્ય દરબાર યોજશે. ત્યારે આયોજકો દ્વારા તમામ તૈયારીઓ શરૂકરી દેવામાં આવી છે. આ દરમિયાન આજે શરૂ થઈ રહેલ આમંત્રણ પત્રિકામાં કોંગ્રેસના નામ પણ હોવાથી અનેક અટકળો તેજ બની છે.

ADVERTISEMENT

કોંગ્રેસમાં ફાંટા
કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ હેમંગ વસાવડા અને કોંગ્રેસ ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી ગાયત્રીબા વાઘેલાનું નામ છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં ફાંટા શરૂઆત થી જ જોવા મળ્યા છે. હેમાંગ રાવલ બાગેશ્વર બાબાને સાક્ષાત હનુમાનનો અવતાર માની રહ્યાં છે. પાર્ટીથી અલગ અભિપ્રાય રાખતા હેમાંગ રાવલે કહ્યું છે કે તેમને બાગેશ્વર બાબામાં ઘણી શ્રદ્ધા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કમલનાથ પણ મુલાકાતે જાય છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT