પરિણામ આવે તે પહેલા જ કોંગ્રેસની કડક કાર્યવાહી, 30 દિગ્ગજોની એક સાથે હકાલપટ્ટી
અમદાવાદ : હિમાચલ પ્રદેશમાં આવતીકાલે વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતી કાલે જાહેર થવા જઇ રહ્યું છે. જો કે આ દરમિયાન કોંગ્રેસમાં એક મોટો વિવાદ પેદા થયો…
ADVERTISEMENT
અમદાવાદ : હિમાચલ પ્રદેશમાં આવતીકાલે વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતી કાલે જાહેર થવા જઇ રહ્યું છે. જો કે આ દરમિયાન કોંગ્રેસમાં એક મોટો વિવાદ પેદા થયો છે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ પાર્ટી વિરુદ્ધ ગતિવિધિ કરવાના આક્ષેપ સાથે 30 જેટલા નેતાઓને 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા.
કોંગ્રેસ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર 30 નેતાની હકાલપટ્ટી
વિધાનસભા ચૂંટણીની મતગણતરીની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાના આક્ષેપો સાબિત થયા બાદ શિમલા જિલ્લાનાં 30 જેટલા દિગ્ગજ પદાધિકારીઓને હાંકી કાઢ્યા હતા. આ તમામ નેતાઓ 6 વર્ષ સુધી કોંગ્રેસમાં કંઇ પણ કરી શકશે નહી. પ્રતિભાસિંહે કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પ્રતિભા સિંહે બ્લોક કોંગ્રેસ સમિતિ, ચોપાલ તરફથી મળેલા ઠરાવના આધારે આ નિર્ણયો લીધા હતા.
Himachal Pradesh Congress President expelled 30 party leaders from the primary membership of the party for the next six years for anti-party activities pic.twitter.com/BwC35MD9gT
— ANI (@ANI) December 7, 2022
ADVERTISEMENT
હિમાચલ કોંગ્રેસમાં પરિણામની આગલી સાંજે મોટી કાર્યવાહી
અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે હિમાચલ અને ગુજરાતમાં આવતી કાલે પરિણામો જાહેર થવાનાં છે. જેમાં એક્ઝિટ પોલનું સાચુ માનીએ તો હિમાચલમાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે. તો બીજી તરફ ગુજરાતમાં ભાજપ સરકાર બનાવવા જઇ રહી છે. તેવામાં હિમાચલમાં સરકાર બને તે પહેલા કોંગ્રેસમાંથી એક સાથે 30 નેતાઓનો નિકાલ ખુબ જ સુચક છે.
ADVERTISEMENT