આઝાદીના 75 વર્ષ બાદ પણ આદિવાસીઓ બનીને રહી ગયા ફક્ત વોટબેંક, દર્દનાક પીડાથી તમે પણ થરથરશો !

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર,બનાસકાંઠા: દેશમાં તાજેતરમાં 75માં આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી થઇ, સમગ્ર દેશ રાષ્ટ્રપ્રેમ સાથે ગુજરાતના વિકાસ અને ગુજરાત મોડલની સુવર્ણ ગાથા સાથે જોડાઈ, ત્રિરંગાને આન,બાન અને શાન સાથે સલામી અર્પિત કરી રહ્યો હતો ત્યારે એક એવા ગામના 200 પરિવાર પણ સુની અને ભીની આંખે નિસાસો નાખી રહ્યા હતા, કે અમારા ગામનો વિકાસ ક્યારે થશે? અમારા બાળકોને શ્રેષ્ઠ ભણતર અને ગામને જોડતો પાકો રસ્તો ક્યારે મળશે ? આવ અનેક સવાલો સાથે ચૂલીપાણી ગામના રહીશો આજે પાયાની સુવિધા માટે વલખાં મારી રહ્યા છે.

આ નિસાસા નાખી,તંત્ર ના કહેવાતા વિકાસ પર પ્રશ્નો ઉઠાવતું આ ગામનું જિયોગ્રાફી લોકેશન ગુજરાત મોડલના છેવાડાના સરહદી બનાસકાંઠા જિલ્લામાં છે.અરવલ્લીની ગિરિમાળાઓ સાથે જોડાયેલ આ ગામનું નામ છે “ચૂલીપાણી ” કે જે આઝાદી ના 76 વર્ષ બાદ પણ તેમના હક્ક ની સુખાકારી સુવિધાઓથી વંચિત છે. સતત સુવિધા ઝંખી રહ્યું છે.

ગામની દાયકાઓ જૂની સમસ્યા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું છાપરા ગ્રામ પંચાયતમાં આવતું ચૂલી પાણી ગામ આઝાદીના 76માં વર્ષે પણ ગામને અન્ય નજીકના ગામોથી જોડતા પાકા રસ્તાઓથી વંચિત છે. આ ગામમાં અંદાજિત 200થી વધુ પરિવારો રહે છે. મોટાભાગના લોકો આદીવાસી સમાજના છે. જે અહીંની અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે પહાડોમાં આવેલા અટપટાં શબ્દોથી નવાજાયેલ “ચૂલીપાણી ગામમાં ” વર્ષોથી વસવાટ કરે છે. આ ગામમાં વનવિભાગના ચોપડે અંકિત રક્ષિત જગ્યા આવેલી છે. જેમાં સેન્ચુરી ફોરેસ્ટનો કેટલોક ભાગ સમાયેલ છે. અહીં વનવિભાગના અને અન્ય કાયદાઓ ની આંટીઘૂંટીમાં તેમજ કેટલાક કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદાઓ તેમજ પરિપત્રોમાં ગામનો વિકાસ રૂંધાયો છે. અને જેના કારણે અહીં આ ગામથી અન્ય મોટા ગામ વિરમપુરનો જોડતો પાકો રસ્તો બની શક્યો નથી.

ADVERTISEMENT

રસ્તા ન હોવાના કારણે મૃત્યુ થયું
અનેકો દાયકાઓથી રસ્તા વિના અહીંના સ્થાનિકો દોહ્યુલું જીવન જીવે છે.અને જયારે કોઈ બીમાર પડે કે પ્રસુતા મહિલાઓને પ્રસ્તુતિની પીડા ઉપડે ત્યારે રસ્તા વિના આ ગામના લોકો પીડિત નું જીવન બચાવવા તેમના ગામથી હાથીદરા વિરમપુર રોડ સુધી દર્દીને ટીંગાટોળી કરીને લાવે છે. આવાજ બનાવમાં ગત વર્ષે ચુલીપાણી ગામની પ્રસુતા મહિલાનું સડક અભાવે, સમયસર હોસ્પિટલ ના પહોંચાડી સકતા તેનું સારવારના અભાવે મોત નીપજ્યું હતું. જોકે તે સમયે પ્રચાર માધ્યમોમાં બૂમરેંગ ઉઠતાં ગામના વિકાસની વાતો થઇ હતી. જે સમય જતા હવામાં ઓગળી ગઈ હતી.  આ પુરાવા રૂપ તસવીરો રોજિંદા સર સામાન લઈને માથે ઉપાડીને જતા આ ગામના પરિવારજનોની છે જેઓની જિંદગી આજે પણ દોઝખરૂપ બની રહી છે.આ જંગલ વિસ્તારમાં ચોમાસામાં વધુ હાડમારી ઉભી થાય છે. કેમકે તેવા સમયે સર્પ,વીંછી જેવા જીવજંતુઓ આ વિસ્તારના બાળકો માટે જોખમરૂપ બને છે.

આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ વારકીબેન  પારધી એ કહ્યું હતું કે, એ વાત સાચી છે કે આઝાદીના 76 વર્ષ બાદ પણ આ ગામના લોકોનું દર્દ સરકાર ને દેખાતું નથી, નેતાઓ ના મોટા દાવાઓ થાય છે પણ આદીવાસી સમાજ સાથે ઓરમાયું વર્તન થાય છે. 200 પરિવારનું ચૂલીપાણી ગામ તેનું ઉદાહરણ છે. અહીં અમારા પૂર્વજો અને તેમના વંશજો વસે છે. મને પણ આ આદીવાસી સમાજની હોવાનું ગૌરવ છે. જિલ્લા પંચાયતમાં હું પ્રમુખ હોઈ, અમારી વારંવારની રજૂઆતોના અંતે હમણાં આઝાદીના 75 માં વર્ષે જ સ્થાનિક બાળકોને ત્યાં જ શિક્ષણ મળે તે માટે પેટા વર્ગ શરૂ કરવામાં આવ્યો છે.જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે એ ખાસ પ્રયત્ન કરી અહીં રસ્તો મંજૂર કરાવ્યો છે પરંતુ હજુ રસ્તાની સુવિધા શરૂ થઈ શકી નથી.

ADVERTISEMENT

રાજકીય સમીકરણોએ ચોતરફ વહેંચાયું :ધારાસભ્ય કાંતિ ખરાડી
ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી જણાવ્યું કે, આ ગામનું વહીવટી ક્ષેત્ર પાલનપુર છે. જયારે વિધાનસભા ક્ષેત્ર કોંગ્રેસના એમએલએ જીગ્નેશ મેવાણીનું લાગે છે. એટલે કે આ ગામનો વોટ વડગામ ધારાસભ્ય ને મળે છે.જોકે નવાઈ વચ્ચે આ ગામનું સંસદીય ક્ષેત્ર પાટણ છે. એટલે કે આ ગામનો મતદાર પાટણ સાંસદને ચૂંટે છે. તેવું જણાવી દાંતા કોંગ્રેસ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ગુજરાતતક માધ્યમ થી સરકારને અપીલ કરી છે કે આ ગામમાં મારા આદીવાસી સમાજના લોકો વર્ષોથી રહે છે. તેઓને સુખાકારી સુવિધાઓ વર્ષોથી નથી મળતી, આ ગામમાં લાઈટ, ટેલિફોન, સ્કૂલ, પીવાના પાણીની વ્યવસ્થા, રસ્તાઓ મળતાં નથી અને સરકારે તાજેતરમાં આઝાદી કા અમૃત મહોત્સવ યોજી જાહેર કર્યું છે કે દેશમાં 75 વર્ષ બાદ અમે ગુજરાતમાં મોટો વિકાસ કર્યો તો તે દાવાઓ ખોટા છે. આ ગામનું બસ એક વાર પુનઃ મૂલ્યાંકન કરો, અને દાંતામાં તેનો સમાવેશ કરો, આ 200 પરિવાર મારા જાતિભાઈ છે. ભલે સરકાર કઈ ના કરે હું વચન આપું છું. હું થાય તે બધું કરીશ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT