Gujarat માં ઇઝરાયેલ યુદ્ધની એન્ટ્રી, નેતાએ કહ્યું મારા પર અનેક મિસાઇલ હુમલા થયા
જામનગર : જિલ્લામાં હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજીત મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત તાલુકા કક્ષાના પ્રાકૃતિક પરિસંવાદમાં કૃષીમંત્રી હાજર રહ્યા હતા. ખેડૂતોમાં ઓછા પાણીએ ઉગતા અને…
ADVERTISEMENT
જામનગર : જિલ્લામાં હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજીત મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત તાલુકા કક્ષાના પ્રાકૃતિક પરિસંવાદમાં કૃષીમંત્રી હાજર રહ્યા હતા. ખેડૂતોમાં ઓછા પાણીએ ઉગતા અને પોષણથી ભરપુર મિલેટ ધાન્ય પાક અંગે જાગૃતિ કેળવાય અને રોજિંદા જીવનમાં તેનો વપરાશ વધે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જીલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા 8 ખેડૂત લાભાર્થીઓને પેયમેન્ટ ઓર્ડર અર્પણ કર્યા હતા.
મારા પર અનેક મિસાઇલોના હુમલા થયા
જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. હમાસ જેમ મિસાઇલ છોડે મિસાઇલ ઇઝરાયેલનું ડોમ પાડી દે છે તેવી જ રીતે મારા પર પણ મારા વિરોધીઓએ મિસાઇલ હુમલા કર્યા. જો કે મારા ચાહકોની દુઆ અને પ્રેમથી મારા વિરોધીઓની મિસાઇલો આકાશમાં જ તુટી પડે છે. ત્યારે હમાસ જેમ મિસાઇલ છોડે તે મિસાઇલ ઇઝરાયેલનું ડોમ પાડી દે છે. લોકોની દુઆ અને પ્રેમથી મારા વિરોધીઓની દ્વારા છોડાયેલી મિસાઇલો આકાશમાં જ તુટી પડે છે.
આપણી સરહદો માત્ર એક જ વ્યક્તિના કારણે શાંત છે
આપણા દુશ્મનો સરહદે ટાંપીને બેઠા છે. નેતા નબળો હોય તો આપણી સ્થિતિ યુક્રેન જેવી થાય છે. મોદી સરકારે આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે. સરહદો શાંત રાખવા માટે દિલ્હીમાં આપણે એક મજબુત નેતાને દિલ્હી મોકલ્યા છે. તેના હાથ આપણે લોકસભામાં તમામ 26 સીટો આપીને મજબુત કરવાનાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT