ગુજરાતની રાજનીતિમાં ફળોની એન્ટ્રી! કચ્છી ખારેક બાદ હવે નવસારીના ચીકુની એન્ટ્રી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં ભાજપ, કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓ પોત પોતાના પક્ષનો પ્રચાર પ્રસાર કરવા માટે ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ઢીલી પડેલી ભાજપને મજબુત કરવા માટે મેદાને ઉતાર્યા છે. વડાપ્રધાને ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન બીજા દિવસે સોમનાથ, રાજકોટ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં વિશાળ સભાઓ સંબોધી હતી. આજે સુરેન્દ્રનગર, ભરૂચ અને નવસારીમાં જાહેર સભાઓ સંબોધિત કરી હતી. નવસારીમાં પીએ મોદીએ ચીકુનો મુદ્દો ઉખેળ્યો હતો. પીએમ મોદીએ કહ્યું તમારો વોટ છે એટલે જ મારો વટ છે.

નવસારીમાં સભા સંબોધિત કરતા પીએમ મોદીએ આદિવાસી પટ્ટાની બાગાયતી ખેતીને યાદ કરી
નવસારીમાં સભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ બાગાયતી ખેડૂતોને યાદ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, નવસારીના ચીકુ દિલ્હીમાં વેચાઇ રહ્યા છે. દિલ્હીમાં ચીકુ પહોંચે તે માટે સ્પેશ્યલ ટ્રેન ચાલી રહી છે. દિલ્હીના ભલભલા નેતાઓ નવસારીના ચીકુ ખાતા થઇ ચુક્યા છે. હવે કમનસીબી છે કે, ચીકુ નવસારી ગુજરાતના ખાય છે અને ગાળો પણ ગુજરાતમાં આવીને જ આપે છે. હવે ગુજરાતીઓએ પોતાના મતદાનથી આવા લોકોને જવાબ આપવાનો છે.

ગુજરાતની રાજનીતિમાં બીજી વાર ફળની એન્ટ્રી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની રાજનીતિમાં આ બીજો બનાવ છે જ્યારે ચૂંટણીમાં કોઇ ફળની એન્ટ્રી થઇ હોય. અગાઉ કોંગ્રેસ દ્વારા કચ્છી ખારેક દ્વારા ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. હવે 2022 ની ચૂંટણીમાં પીએમ મોદીએ રાજનીતિમાં નવસારીના ચીકુની એન્ટ્રી કરાવી છે. જો કે કચ્છની ખારેક તો કોંગ્રેસને કોઇ સફળતા અપાવવામાં નિષ્ફળ રહી હતી. જો કે નવસારીનાં ચીકુ શું જાદુ કરે છે તે તો સમય જ કહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT