રાજકોટમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, અભ્યાસ પૂર્ણ થાય એ પહેલા જ જિંદગી પૂર્ણ થઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ અટેકથી મૃત્યુના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ક્રિકેટ રમતા, વાહન ચલાવતા કે અન્ય રીતે એક બાદ એક મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન વધુ એક હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો કલ્પેશ પ્રજાપતિનું મોત થયું છે. આર્કેટિક એન્જિનિયરિંગમાં ભણતા યુવાનનો અભ્યાસ પૂર્ણ થાય એ પહેલા જ જિંદગી પૂર્ણ થઈ ગઈ છે.

અભ્યાસ અર્થે તાપીથી રાજકોટ આવેલ કલ્પેશ પ્રજાપતિ VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ત્યારે તેના અચાનક મોતથી કોલેજમાં ગમગીનીનો માહોલ છવાયો છે. બીજી તરફ એક બાદ એક હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થતાં તંત્રની પણ ચિંતા વધી છે.

કલ્પેશ પ્રજાપતિને કોલેજથી છૂટયા બાદ છાતીમાં દુખાવો થતા સાથી વિદ્યાર્થી મિત્રોએ તાત્કાલિક 108ને જાણકારી હતી. ત્યારબાદ 108ની ટીમ પણ તાત્કાલિક વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે પહોંચી હતી.

ADVERTISEMENT

અભ્યાસનું અંતિમ વર્ષ બન્યું જીવનનું અંતિમ વર્ષ
રાજકોટ શહેરમાં વધુ એક યુવાને પોતાની નાની ઉંમરમાં જ જીવ ગુમાવ્યો છે. કલ્પેશ પ્રજાપતિ નામનો યુવાન રાજકોટના વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો. આર્કેટિક એન્જિનિયરિંગના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેમના અભ્યાસને માત્ર 20 દિવસ જ બાકી હતા. તે પોતાના અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સુરત જિલ્લાના વ્યારા નજીક આવેલા પોતાના વતનમાં જવાનો હતો. તેમના પરિવારજનો પણ પુત્રના આગમનને લઈને ખુશ હતા જે પરિવાર પુત્રના આગમનની રાહ જોઈ રહ્યો હતો તેનો મૃતદેહ ઘરે પહોંચશે. અભ્યાસનું અંતિમ વર્ષ બન્યું જીવનનું અંતિમ વર્ષ

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT