SURAT થી ઉપડેલી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ
સુરત : શહેરથી સવારે 8:00 વાગ્યે દિલ્હી જવા માટે ઈન્ડિગોની ફ્લાઈટ રવાના થઈ હતી. એકાએક જ ફ્લાઈટમાં અધવચ્ચે જ બર્ડ હીટ થતાં પાયલોટે એરપોર્ટ ઓથોરિટીને…
ADVERTISEMENT
સુરત : શહેરથી સવારે 8:00 વાગ્યે દિલ્હી જવા માટે ઈન્ડિગોની ફ્લાઈટ રવાના થઈ હતી. એકાએક જ ફ્લાઈટમાં અધવચ્ચે જ બર્ડ હીટ થતાં પાયલોટે એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી. જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું હતું. તત્કાલ ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. અમદાવાદ એટીસીને જાણ કરવામાં આવતા એટીસી પણ સ્ટેન્ડ બાય પર હતું. એક રનવે ખાલી રખાવવામાં આવ્યો હતો.
સુરત એરપોર્ટથી ફ્લાઇટ સવારે 8 વાગ્યે ઉપડી હતી
સુરત એરપોર્ટથી સવારે 8:00 વાગે દિલ્હીની ફ્લાઈટ ઉપડી હતી. સુરતથી દિલ્હી જઇ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E646 અમદાવાદ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. VT-IZI એરબસ (A320neo) અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટને ઉતારવામાં આવી હતી. એકાએક એરલાઇન્સ દ્વારા રૂટ બદલી દેવાતા મુસાફરો પણ ચિંતામાં મુકાયા હતા. જો કે રાહતના સમાચાર છે કે, ફ્લાઇટ નિર્વિઘ્ન રીતે ઉતરી હતી. ફ્લાઇટમાં રહેતા તમામ મુસાફરોનો જીવ હેઠો બેઠો હતો.
અમદાવાદ ATC દ્વારા એરપોર્ટની એક સ્ટ્રીપ ખાલી રાખવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતથી ઉપડેલી ફ્લાઈટને ડાયવર્ટ કરી અમદાવાદ ઉતાર્યા બાદ બીજી ફ્લાઇટ દ્વારા તેમને દિલ્હી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. મુસાફરોને દિલ્હી લઈ જવા માટે VT-IAN (A320ceo) દ્વારા દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જો કે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે ઇન્ડિગો ફ્લાઇટ દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ ન કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
ADVERTISEMENT
મુસાફરોને બીજી ફ્લાઇટ દ્વારા દિલ્હી રવાના કરવામાં આવ્યા
સુરત એરપોર્ટના ડાયરેક્ટર એસ.સી. ભાલશે જણાવ્યું કે સુરતથી દિલ્હી ઇન્ડિગોની ફ્લાઈટ ડિપાર્ચર થઈ હતી. સવારે 9:05 બર્ડ હીટ થવાની ઘટના બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઈન્ડિગો કંપનીની ફ્લાઈટ સુરતથી દિલ્હી જઈ રહી હતી. પાયલોટ સાથે વાત કરતા તેણે જણાવ્યું કે બર્ડ હીટ થયું છે. પહેલા તો પાયલોટે કહ્યું કે બધું બરાબર છે. ત્યારબાદ તરત જ તેને એન્જિનમાં ખામી હોવાનું જણાય આવતા ફરીથી તેણે માહિતી આપી હતી. તાત્કાલિક અસરથી ફ્લાઇટને ડાઈવર્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો. ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ કરાવવામાં આવી હતી. ત્યારબાદ મુસાફરોને અમદાવાદથી દિલ્હી લઈ જવામાં આવ્યા હતા.
ADVERTISEMENT