SURAT માં ઇલેક્ટ્રિક સ્કુટરની બેટરીમાં વિસ્ફોટ, ચાર લોકો ઘાયલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : જો તમે પણ ઈલેક્ટ્રિક બાઇક કે મોપેડ ચલાવો છો, તો તમારે આ સમાચાર ખાસ વાંચવા જોઇએ. સુરતના સચિન વિસ્તારમાં એક પછી એક ઈલેક્ટ્રીક મોપેડની બેટરીમાં વિસ્ફોટ થયો હતો. બેટરીના આ બ્લાસ્ટને કારણે સચિન વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જે દુકાનમાં બેટરી બ્લાસ્ટ થયો હતો ત્યાં દુકાનમાં રહેલી વસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી અને કેટલીક વસ્તુઓ ઉડી ગઇ હતી. એક વ્યક્તિને આ બ્લાસ્ટમાં ઇજા પહોંચીને છે જેની સારવાર ચાલી રહી છે. જ્યારે અન્ય ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. કિરાણાની દુકાનમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી ગઇ હતી.

ઇલેક્ટ્રિક મોપેડ શરૂ નહી થતા બેટરી કાઢીને દુકાનમાં મુકી હતી
આ અંગે મળતી માહિતી અનુસાર ઇલેક્ટ્રિક મોપેડ શરૂ ન થતું હોવાના કારણે બેટરી કાઢીને દુકાનમાં મુકી હતી. દુકાનમાં મુકેલી બેટરીમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી ગઇ હતી. અચાનક એકાએક વિસ્ફોટો થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટના સમાચાર પ્રસરતા આસપાસના લોકોમાં નાસભાગ મચી હતી.

બ્લાસ્ટમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી
બ્લાસ્ટમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મોબાઇલમાં થતા બ્લાસ્ટની ઘટના બાદ હવે ઇલેક્ટ્રીક વાહનોમાં પણ બ્લાસ્ટની ઘટનાઓ બને છે. જ્યારે અગાઉ OLA ના સ્કુટરમાં પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી ચુકી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT