સુરતઃ ભાજપ-આપ વચ્ચે મારામારી, પોલીસ કાફલો ઘટના સ્થળ પર

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ સુરતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ગરમાગરમી થઈ ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આમ આદમી પાર્ટીની સભામાં ખુરશીઓ ઉછળતા મામલો તંગ બન્યો હતો. જે પછી આપની સપાથી નજીક જ ભાજપની કામરેજ વિધાનસભામાં કાર્યાલય પર લોકોએ તોડફોડ કરી હતી. બબાલ થતા પોલીસે એક વ્યક્તિને ડિટેઈન કરી લેતા ટોળું વધુ ઉગ્ર બન્યું હતું. ઘટનામાં ઘણા વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો મળી રહી છે. આ મારામારી વખતે પથ્થરમારો પણ થયો હતો. પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

રાજકારણ ગુજરાતમાં દિવસેને દિવસે મોટા વળાંક લઈ રહ્યું છે. શાંતિથી ચૂંટણી વ્યવસ્થાની વાતો વચ્ચે સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થઈ ગયું છે. વિસ્તારમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. ઘટનાને પગલે સુરત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો છે.

ADVERTISEMENT


વાયરલ વીડિયોમાં દેખાયો એક ચહેરો અને સોશિયલ મીડિયા ગરમાયું
સુરતમાં સરથાણાના યોગી ચોક પાસે ભાજપના કાર્યકરો સામ સામે થઈ ગયા છે. એક બીજા પર છુટ્ટા પથ્થર મારવામાં આવ્યા હતા. ઘણા લોકોને ઈજાઓ પણ થઈ છે ભાજપના એક કાર્યકરને પણ લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સુરતની મારામારીની ઘટના પછી એક વીડિયો વાયરલ થયો છે જેમાં દેખાતો વ્યક્તિ અજય શિરોયા હોવાની વિગતો મળી રહી છે. આ અજય શિરોયા કામરેજના પૂર્વ ધારાસભ્ય વી ડી ઝાલાવડિયાનો નજીકનો વ્યક્તિ હોવાનું કહેવાય છે. જોકે તે અંગેની સત્તાવાર વિગતો હાલ સામે આવી રહી નથી. આ ઘટના દરમિયાનની તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે જેમાં તે કેટલાક ભાજપના નેતા સાથે હોવાનું દર્શાવાયું છે.

(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT