ગુજરાત Rajya Sabha ની ચાર બેઠકો પર આ તારીખે યોજાશે મતદાન, 15 રાજ્યોની 56 બેઠકો માટે યોજાશે ચૂંટણી
રાજ્યસભાની ચૂંટણી માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે એપ્રિલ મહિનામાં રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થાય છે ગુજરાતની ચાર બેઠકો સહિત 15 રાજ્યોની 56 બેઠકો પર યોજાશે…
ADVERTISEMENT
- રાજ્યસભાની ચૂંટણી માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે
- એપ્રિલ મહિનામાં રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થાય છે
- ગુજરાતની ચાર બેઠકો સહિત 15 રાજ્યોની 56 બેઠકો પર યોજાશે ચૂંટણી
Rajya Sabha Election: ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પંચના પત્ર મુજબ 8 ફેબ્રુઆરીથી નામાંકન શરૂ થશે. રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 16મી ફેબ્રુઆરીના રોજ થશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. 27 ફેબ્રુઆરીએ મતદાન થશે અને તે જ દિવસે મતગણતરી થશે. એપ્રિલ મહિનામાં રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થાય છે.
15 રાજ્યોની 56 બેઠકો પર ચૂંટણી
ADVERTISEMENT
15 રાજ્યોની 56 બેઠકો પર ચૂંટણી યોજવાની છે, જેમાં ગુજરાતની ચાર બેઠકો સિવાય, બિહારની છ, કર્ણાટકની ચાર, મહારાષ્ટ્રમાં છ, પશ્ચિમ બંગાળ-મધ્ય પ્રદેશમાં પાંચ-પાંચ, ઉત્તર પ્રદેશમાં 10, રાજસ્થાન-ઓડિશા- તેલંગાણા-આંધ્ર પ્રદેશમાં ત્રણ-ત્રણ અને છત્તીસગઢ-હરિયાણા-હિમાચલ પ્રદેશ-ઉત્તરાખંડમાં એક-એક બેઠક પર ચૂંટણી યોજાવાની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT