મતદાનની દરેક હરકત પર ચૂંટણી પંચની ચાંપતી નજર, ત્વરિત કાર્યવાહી માટે ટીમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 ના પ્રથમ તબક્કાનું આજે મતદાન છે. લોકો ઉત્સાહ પુર્વક મતદાન કરી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન 19 જિલ્લાના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મતદાન મથકો પર કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચૂંટણી પંચ પણ સતર્ક છે.

મુખ્ય ચૂંટણી અધિકારી ગાંધીનગરમાં સતત મોનિટરિંગ
મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. સવારે 6.30 કલાકથી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી સતત અવલોકન કરશે. એટલે કે જ્યાંથી ઇવીએમ મશીન નિકળ્યા ત્યારથી માંડીને ઇવીએમ મુખ્ય મથકે પહોંચે ત્યા સુધીનું સતત મોનિટરિંગ અને વીડિયોગ્રાફી કરવામાં આવશે.

તમામ મતદાન મથકો પર સતત ચાંપતી નજર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓના અડધાથી વધારે; એટલે કે 13,065 મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ થઇ રહ્યું છે. મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ હોવાનું પણ જણાવ્યું હતું. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં કુલ 25,430 મતદાન મથકોમાં મતદાન શરૂ તે પૈકીના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

સેક્ટર 19 ખાતે થઇ રહ્યું છે મોનિટરિંગ
મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ તમામ 13,065 મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવી‌ રહી છે. આ મોનિટરિંગ રૂમમાં 42 જેટલા કર્મચારીઓ/અધિકારીઓ મતદાન સવારે 8:00 વાગે શરૂ થાય તે પૂર્વેથી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખી રહ્યા છે.

સવારે ઇવીએમ નિકળ્યા ત્યારથી ઇવીએમ પહોંચે ત્યાં સુધી મોનિટરિંગ
ઉચ્ચ અધિકારીઓ પણ રાજ્ય કક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખી રહ્યા છે. સવારે 6.30 વાગ્યાથી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાર સુધી સતત અવલોકન ચાલુ રહેશે. જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ થતું રહેશે. રાજ્યની મતદાન ની કામગીરીનું ગાંધીનગરથી નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT