Election 2022: નાનકડી આધ્યાબાના શબ્દો સાંભળી PM મોદી પ્રભાવિત થયાઃ ખુશખુશાલ થઈ આપ્યો ઓટોગ્રાફ
સુરેન્દ્રનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતમાં ભાજપ માટે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારની કામગીરીમાં જોતરાયેલા છે. પ્રચારની કામગીરી રૂપે તેઓ સુરેન્દ્રનગરમાં આવ્યા હતા. દરમિયાન…
ADVERTISEMENT
સુરેન્દ્રનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતમાં ભાજપ માટે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારની કામગીરીમાં જોતરાયેલા છે. પ્રચારની કામગીરી રૂપે તેઓ સુરેન્દ્રનગરમાં આવ્યા હતા. દરમિયાન ભાજપ અને વડાપ્રધાન મોદીની સૌથી નાની ફેન અને પ્રચારક એવી આધ્યાબા નામની છોકરીની સ્પીચ સાંભળી મોદી ઘણા પ્રભાવિત થઈ ગયા હતા. તેમણે ખુશ થઈને આ દીકરીને ઓટોગ્રાફ પણ આપ્યો હતો. છોકરીના બોલવાની છટા અને તેઓ આત્મવિશ્વાસ આપ તેના વીડિયોમાં પણ જોઈ શકો છો.
ગુજરાતની દીકરીએ પીએમ મોદીને ભાજપની કવિતા સંભળાવતા થયા મંત્રમુગ્ધ
સુરેન્દ્રનગરમાં સભા બાદ PM મોદીનો ફરીવાર બાળપ્રેમ જોવા મળ્યો હતો. જેમાં એક આધ્યાબા નામની બાળકીએ ભાજપના સુંદર શૈલીમાં ગુણગાન ગાતા PM મોદીએ વખાણ સાંભળી ઓટોગ્રાફ આપ્યો હતો.#pmmodiingujarat pic.twitter.com/OTRvyQiGYW
— Gujarat Tak (@GujaratTak) November 21, 2022
નાનકડી ઉંમરે અનોખા અંદાજમાં પ્રચાર
ખભા પર ભાજપનો ખેસ નાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઊભેલી આ છોકરી તેમની સૌથી નાની ફેન છે ઉરાંત ભાજપ નેતા કિરીટસિંહ રાણાના ભાણી થાય છે. લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર પણ છે કિરીટસિંહ રાણા. આ પ્રચારની કામગીરી પુર્ણ થયા પછી વડાપ્રધાન મોદી સાથે મુલાકાત થઈ હતી ત્યારે આ છોકરીના શબ્દો સાંભળી વડાપ્રધાન મોદી ખુશ થઈ ગયા હતા. તેમણે આ દીકરીને ઓટોગ્રાફ આપ્યો હતો અને તેને રાજી કરી હતી. કારણ કે આધ્યાબાએ આટલી નાનકડી ઉંમરે એક અનોખા અંદાજમાં ભાજપનો પ્રચાર કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT