એક સમયે હાંસિયામાં ધકેલાઈ ગયેલા ભાજપ નેતા નરહરિ અમીનનો દાવોઃ જાણો કેટલી બેઠકો જીતીશું કહ્યું
અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓમાં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ભાજપના નેતા નરહરિ અમીને નારણુરામાં પરિવાર સાથે મતદાન કર્યું હતું.…
ADVERTISEMENT
અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓમાં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ભાજપના નેતા નરહરિ અમીને નારણુરામાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. દરમિયાન તેમણે નરહરિ અમીને મીડિયા સાથે વાત કરી હતી. તેમણે ભાજપ 150 કરતાં પણ વધારે બેઠકો જીતશે તેવો દાવો કર્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપ ખાતે મતદાન કર્યું છે. ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ નરહરિ અમીને નારણપુરા ખાતે મતદાન કર્યું છે.
2024નો પાયો ગુજરાતથી નખાશેઃ અમીન
એક સમયે જેમના નામનો સિક્કો પડતો હતો અને બાદમાં જેવી રીતે હાંસિયામાં ધકેલાયેલા ભાજપ નેતા નરહરિ અમીન હવે કેટલાક સમયથી હાંસિયામાંથી બહાર આવ્યા છે. તેઓ હમણાં જ રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપમાંથી જીતીને સાંસદ પણ બન્યા છે. અમદાવાદના નારણપુરામાં પરિવાર સાથે મતદાન કરવા આવેલા ભાજપ નેતા નરહરિ અમીને કહ્યું કે, ભાજપે ગુજરાત બદલવાનું કામ કર્યું છે. 2024 લોકસભાનો પાયો ગુજરાતની જીત સાથે ભાજપ નાખશે. ભાજપ ગુજરાતમાં 150 કરતાં પણ વધારે બેઠકોથી જીતવાનું છે તેવો તેમણે દાવો કર્યો હતો. ગુજરાતના બે પનોતા પુત્રોને જોઈને ગુજરાત ચાલે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT