હિંમતનગરમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, ચા સ્ટોલમાં કાર ઘુસી જતા દંપતી પર પડ્યું ઉકળતું તેલ, જુઓ CCTV
સાબરકાંઠા: સાબરકાંઠામાં ગુરુવારે બપોરે એક વિચિત્ર અકસ્માતનો બનાવ બન્યો હતો. રોડ પર જતી પેસેન્જર કારમાં અચાનક ખામી સર્જાતા તે ચાની હોટલમાં ઘુસી ગઈ હતી. જેમાં…
ADVERTISEMENT
સાબરકાંઠા: સાબરકાંઠામાં ગુરુવારે બપોરે એક વિચિત્ર અકસ્માતનો બનાવ બન્યો હતો. રોડ પર જતી પેસેન્જર કારમાં અચાનક ખામી સર્જાતા તે ચાની હોટલમાં ઘુસી ગઈ હતી. જેમાં કારમાં સવાર દંપતી પર ગરમ તેલ પડતા તેઓ શરીરના ભાગે દાજી ગયા હતા. જ્યારે હોટલમાં કામ કરતા મજૂરને પણ ઈજા પહોંચી હતી. અકસ્માતનો આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
ઈકો કારમાં ખામી સર્જાતા ચાની દુકાનમાં ઘુસી
ગુરુવારે બપોરે 1.38 વાગ્યા આસપાસ હિંમતનગરના મોતીપુરા સર્કલ પાસેથી પસાર થતી ઈકો કારના અચાનક કોઈ ખામી સર્જાઈ હતી. જે બાદ પુરપાટ ઝડપે જઈ રહેલી કાર રોડના કોર્નર પર આવેલી ચાની હોટલ અને નાસ્તાની દુકાનમાં ઘુસી ગઈ હતી. અચાનક ગાડી ચા સ્ટોલમાં ઘુસી જતા નાસભાગ મચી ગઈ હતી. બીજી તરફ કારમાં સવાર દંપતી અને નાના બાળક પર ગરમ તેલ પડ્યું હતું, જેથી તેઓ પણ શરીરના ભાગે દાજી ગયા હતા.
અકસ્માતનો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ
અકસ્માતનો સમગ્ર બનાવ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં જોઈ શકાય છે કે રોડ પર દોડતી ઈકો કાર અચાનક ચાના સ્ટોલમાં ઘુસી જાય છે. જેમાં હોટલમાં કામ કરતા મજૂરને પણ ગંભીર ઈજા પહોંચી હતી.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: ધનેશ પરમાર)
ADVERTISEMENT