Godhra Accident: ગોધરામાં ટેન્કર અને ઈકો વચ્ચે ભયાનક અકસ્માત, 5 લોકોનાં કરુણ મોત, 2 ગંભીર
Godhra Accident: ગોધરાના ગોલ્લવ ગામ પાસે ઈકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 3 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે દેવગઢ બારિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
Godhra Accident: ગોધરાના ગોલ્લવ ગામ પાસે ઈકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં 4 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 3 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે દેવગઢ બારિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ટેન્કરે ટક્કર મારતા ઈકોનો અકસ્માત
વિગતો મુજબ, ગોધરાના ગોલ્લવ પાસે ઈકો કારમાં 7 જેટલા લોકો જઈ રહ્યા હતા. દરમિયાન સામેથી આવતા ટેન્કરે ઈકોને અડફેટે લીધી હતી. જેમાં કારમાં સવાર 3 લોકોનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. દરમિયાન એક વ્યક્તિનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું. તો અન્ય એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. હાલમાં 2 ઈજાગ્રસ્તોને ગોધરા 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરાની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
ઈકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર સાતેય લોકો છોટાઉદેપુરમાં હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે પોલીસે હાલમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT