‘આ માત્ર શિક્ષણ જ નહીં 26 વિભાગનો પ્રશ્ન છે’, જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષણમંત્રીનું મોટું નિવેદન

ADVERTISEMENT

gujarattak
social share
google news

Old Pension Scheme: ગુજરાત સરકારના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરવાની માંગ સાથે સરકારી કર્મચારીઓ આંદોલનો પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે સૌપ્રથમવાર રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર નિવેદન સામે આવ્યું છે. શિક્ષણમંત્રીના નિવેદનથી સરકારી કર્મચારીઓમાં એક આશા જાગી છે.

શિક્ષણ મંત્રીએ કુબેર ડિંડોરે આપ્યો સંકેત

ઓલ્ડ પેન્શન યોજના મુદ્દે આંદોલન કરનાર પ્રાથમિક શિક્ષક સંઘના સાબરકાંઠાના કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ઓપીએસ લાગુ કરવા મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પરોક્ષ રીતે સકારાત્મક સંકેત આપ્યા હતા.

શિક્ષણ નહીં 26 વિભાગનો પ્રશ્ન છેઃ કુંબેર ડિંડોર

ઓલ્ડ પેન્શન મુદ્દે શિક્ષણ મંત્રી કુંબેર ડિંડોરે કહ્યું કે, ઓલ્ડ પેન્શન સ્કીમનો (OPS) આ પ્રશ્ન માત્ર શિક્ષણ વિભાગનો નથી પરંતુ આવા તો 26 વિભાગ છે જેમનો પણ આ જ પ્રશ્ન છે. એ પણ આપણી ભાજપ સરકાર જ, આપણે જ કરીશું. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે, વૈશ્વિક નેતા છે. ફરીથી એપ્રિલ-મેમાં ચૂંટણી આવવાની છે મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી દેશના વડાપ્રધાન બનશે એમા કોઇ બેમત નથી.

ADVERTISEMENT

2004થી બંધ કરી દીધી છે OPS

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના (ઓલ્ડ પેન્શન સ્કીમ) શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. કર્મચારીઓનું કહેવું છે કે પાછલી વયમાં આર્થિક સલામતી માટે જૂની પેન્શન યોજના જ મદદરૂપ થઈ શકે છે. 2004થી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જૂની પેન્શન યોજના બંધ કરી દીધી છે. તેની પાછળનું કારણ એવું અપાયું છે કે OPSને કારણે સરકારી તિજોરી પર મોટું ભારણ આવે છે. જેના કારણે સરકારો પાસે વિકાસ કાર્યો માટે પૂરતું ફંડ નથી વધતું.

કેટલાર રાજ્યોમાં ફરી શરૂ કરાઈ છે યોજના

જોકે, કેટલાક રાજ્યો એવા પણ છે, જ્યાં સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવી છે. આ રાજ્યોમાં રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT