CMO ના પૂર્વ અધિકારીના ઘરે ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા, કિરણ પટેલ સાથે છે કનેક્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : મહાઠગ કિરણ પટેલના સાગરિતો પર ED દ્વારા મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર, મોરબી સહિત 12 જેટલા સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કિરણ પટેલનાં સાથી જય સીતાપરા, હાર્દિક ચંદ્રાણા, વિઠ્ઠલ પટેલ, અમિત પંડ્યા અને પિયુષ વસીટા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસની ફરિયાદનાં આધારે ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કિરણ પટેલ વિરુદ્ધ હાલ સકંજો કસાઇ રહ્યો છે.

મહાઠગ કિરણ પટેલ મામલે ED દ્વારા એચએએલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 12 સ્થળોએ EDની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, મોરબી અને મહેસાણામાં સર્ચની કાર્યવાહી હાલ ચાલી રહી છે. કિરણ પટેલનાં સાથીઓને ત્યાં કાર્યવાહી હાથ ધરાઇ હતી. જય સીતાપરા, હાર્દિક ચંદ્રાણા, વિઠ્ઠલ પટેલ ,અમિત પંડ્યા અને પિયુષ વસીટાને ત્યાં ED દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર પોલિસની ફરિયાદનાં આધારે ED દ્વારા કાર્યવાહી થઇ રહી છે. કિરણ પટેલ રીઢો ગુનેગાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ગુજરાતના ઠગ કિરણ પટેલે PMO ના અધિકારી હોવાનુ કહીને કેટલાય લોકોને છેતર્યા હોવાની ઘટના બહાર આવ્યા બાદતપાસ થઇ હતી. આ તપાસમાં જેમ જેમ ઉંડે ઉતરતા ગયા મોટો ખુલાસાઓ થવા લાગ્યા હતા. જે પછી સતત મહાઠગના કારનામા એક પછી એક બહાર આવી રહ્યા છે. મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. જે પછી કિરણ પટેલની પત્ની માલિની પટેલની, અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા માલિનીની પૂછપરછ કરાઇ હતી. પતિ કિરણ પટેલ સાથે મળીને માલિની પટેલે અમદાવાદના પોશ વિસ્તારમાં આલિશાન મકાન પડાવવાનો કારસો રચ્યો હતો. આ બંગ્લો અન્ય કોઇ નહી પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા એક દિગ્ગજ નેતાના સગા ભાઇનો હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT