AMRELI માં ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડી આવ્યા
હિરેન રાવીયા/અમરેલી : જિલ્લામાં લોકોને ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલીમાં 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મીતીયાળામાં ભૂકંપનો આંચકો અનુભવાયાના સમાચાર સામે આવ્યા છે.…
ADVERTISEMENT
હિરેન રાવીયા/અમરેલી : જિલ્લામાં લોકોને ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલીમાં 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મીતીયાળામાં ભૂકંપનો આંચકો અનુભવાયાના સમાચાર સામે આવ્યા છે. ભૂકંપ આવતા જ મીતીયાળાના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના કારણે મીતીયાળાના અનેક ઘરોમાં તીરાડો પડી હતી.
જો કે હાલમાં ધરતીકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છે. મીતીયાળા અભ્યારણ્યમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગીરના ખાંભા તાલુકાના વાંકિયા ગામમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનો પણ સ્થાનિક લોકોએ વાત કરી હતી. બપોરે 12.47 વાગ્યે ભુકંપનો આંચકો અનુભવાયો હતો.
ખાંભા ગીરના ભાડની સીમ ગણાતા વિસ્તારમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. 3 સેકન્ડ જેટલો ભુકંપનો આંચકો આવ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. જો કે ધરતીકંપની પ્લેટો ફરી સક્રિય થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. જો કે આ અંગે હજી સુધી કોઇ અધિકારીક પ્રતિક્રિયા આવી નથી. તંત્ર અજાણ જ હોય તેવું લાગી રહ્યો છે.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, 0-2 રિક્ટર સ્કેલ પર મપાતો ધરતીકંપ ખુબ જ સામાન્ય ગણાય છે. તે માત્ર સિસ્મોગ્રાફી યંત્ર પર જ માપી શકાય છેતેનો અનુભવ કરી શકાતો નથી. જ્યારે 2થી વધારે રિક્ટર સ્કેલનો ભૂકંપ ક્રમશ વધારે ગંભીર માનવામાં આવે છે.
ADVERTISEMENT