અમરેલીમાં ફરી ભૂકંપે લોકોના જીવ તાળવે ચોંટાડ્યા, લોકોમાં ભયનો માહોલ
અમરેલી: એક તરફ તુર્કીમાં આવેલ ભૂકંપે લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા છે. ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ દરમિયાન આજે ફરી…
ADVERTISEMENT
અમરેલી: એક તરફ તુર્કીમાં આવેલ ભૂકંપે લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા છે. ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ દરમિયાન આજે ફરી સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી છે. આજે સવારે 9.06 કલાકે અમરેલી જિલ્લાની ધરા ધ્રુજી ઉઠી હતી. અમરેલી પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાથી કોઇ જાનહાની કે નુકસાન નથી થયું.
મિતિયાળાની સાથે ખાંભા ગીર પંથકમાં પણ ભૂકંપ આંચકો અનુભવાયો હતો. ખાંભા ગીરના ભાડ, નાનુંડી, નાના વિસાવદર, વાંકિયા ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાથી કોઇ જાનહાની કે નુકસાન થવાની શક્યતા નથી. અમરેલીથી 44 કિ.મી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. સતત ભૂકંપના આંચકા ઓથી મીતીયાળા સહિતના ગામડાઓમાં ભૂકંપનો ભય વધ્યો છે.
રિક્ટર સ્કેલ પર 3.1 ની તીવ્રતા નોંધાઈ
આજે ફરી એક વાર અમરેલીમાં ભૂકંપના આચકાંએ લોકોના જીવ તાળવે ચોંટાડ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જ્યારે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિ.મી દૂર નોંધાયું છે. ગત 19 મી ફેબ્રુઆરીએ અમરેલીની ધરા ધ્રુજી ઊઠી હતી. અમરેલીમાં 19 મી ફેબ્રુઆરીએ સવારે 11.54 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8ની માપવામાં આવી હતી. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિલોમીટર દૂર નોંધાયું હતું.
ADVERTISEMENT
ફેબ્રુઆરી માસ દરમિયાન અમરેલી જિલ્લામાં આવેલ ભૂકંપના આંચકા
23 ફેબ્રુઆરીના રોજ અમરેલીના ખાંભામાં સમઢીયાળા ભાડ વિસ્તારમાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
19 ફેબ્રુઆરીના રોજ અમરેલીના ખાંભામાં સમઢીયાળા ભાડ વિસ્તારમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
6 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં રાત્રે 9.10 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના ગોંડલમાં સાંજે 8.15 કલાકે 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે 7.51 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
2 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં રાત્રે 10.47 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી )
ADVERTISEMENT