હવે CCTV કેમેરાની બાજ નજર કરશે નાગરિકોની સુરક્ષા, 8 શહેરોમાં સોમવારથી નવા નિયમો લાગૂ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગુજરાતમાં જાહેર સ્થળો પર સોમવારે 1 ઓગસ્ટથી નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન જે સ્થળે 1 હજારથી વધુ લોકોની અવર-જવર હશે ત્યાં ફરજિયાત 6 મહિનાની અંદર CCTV કેમેરા લગાડવાના રહેશે. જેનાં 30 દિવસના ફૂટેજ પણ સાચવવા આદેશ અપાશે. જેનો અમલ સર્વપ્રથમ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ 8 શહેરોમાં અમલી કરવાનો નિર્ણય લીધો છે.

ગુનાહિત પ્રવૃતિ અટકાવવા મોટો નિર્ણય
અત્યારે શહેરીકરણનો વ્યાપ વધતા ગુજરાતમાં વાણિજ્યીક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને જ્યાં-જ્યાં વધુ પ્રમાણમાં લોકો એકત્રીત થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવા માટે CCTV કેમેરા લગાડવાનો નિર્ણય કરાયો છે.

PSI કે અન્ય અધિકારી CCTV માગી શકશે
પી.એસ.આઇ કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓ ગુનાહિત પ્રવૃત્તિની તપાસ માટે વીડિયો ફૂટેજ માંગી શકશે. આના સરળતાથી અમલીકરણ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર સલામતી સમિતિની રચના કરાશે. નાયબ પોલીસ અધિક્ષકથી ઉપરની કક્ષાના ના હોય તેવા અધિકારીઓ સભ્ય સચિવ રહેશે. નાયબ મ્યુનિસિપલ કમિશનર સમિતીના સભ્ય રહેશે તેમજ જે વિસ્તારને અધિનિયમની જોગવાઇ લાગુ પડતી હોય તે વિસ્તારમાં આવેલા એકમોના એસોસિયેશનના ૩ કરતા વધુ ન હોય એટલા પ્રતિનિધિઓ પણ સમિતિના સભ્ય રહેશે તથા તેમની નિયુક્તિનો વધુમાં વધુ સમયગાળો બે વર્ષનો રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT