માતાનાં ખોળામાં સૂતેલા બાળકને દીપડો ઉઠાવી ગયો, જંગલમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં એક કરૂણ ઘટના સામે આવી છે. અહીં રાત્રીના સમયે દીપડો 8 મહિનાનાં બાળકને માતાનાં ખોળામાંથી ઝૂંટવી જંગલમાં લઈ ગયો હતો. ત્યારપછી માતાએ બાળકને બચાવવા માટે દીપડાની પાછળ જંગલ તરફ દોટ મૂકતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જોકે ઘણી મહેનત પછી પણ તેની કોઈ માહિતી ન મળતા માતાએ સ્થાનિકોની સહાયથી બીજા દિવસે વહેલી સવારે વન વિભાગને જાણ કરી અને પછી અધિકારીઓએ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.

દીપડાએ બાળકને ફાડી ખાધું
વન વિભાગની ટીમ અને સ્થાનિકોને બાળકની શોધખોળ શરૂ કરી દીધી હતી. તેમાં જંગલના ઝાડી ઝાખરા વચ્ચે તે બાળકનો માથા વગરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના પછી સમગ્ર ગામમાં દીપડાના આતંક સામે રક્ષણની માગ ઉઠવા લાગી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT