ગુજરાતમાં દેશ વિરોધી કૃત્ય કરતા 3 શખસોની અટકાયત, ATS – NIAએ 4 સ્થળે દરોડા પાડ્યા
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને ATSને ગુજરાત રાજ્યમાં જેહાદ પ્રવૃત્તિઓ અંગે મોટી અપડેટ્સ મળી રહી છે. અત્યારે દેશવિરોધી ચાલતી ગતિવિધીઓ પર વધુ તપાસ હાથ ધરવા NIAએ…
ADVERTISEMENT
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને ATSને ગુજરાત રાજ્યમાં જેહાદ પ્રવૃત્તિઓ અંગે મોટી અપડેટ્સ મળી રહી છે. અત્યારે દેશવિરોધી ચાલતી ગતિવિધીઓ પર વધુ તપાસ હાથ ધરવા NIAએ શંકાના આધારે અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં 3 શખસોની પૂછપરછ હાથ ધરી દીધી છે. અત્યારે સર્ચ ટીમ દ્વારા આમના વિરૂદ્ધ પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામ શખસોની દેશ વિરોધી તેમજ જેહાદની ગતિવિધિઓમાં સંડોવણી હોવાની શંકા રહેલી છે.
શંકાસ્પદોની અટકાયત કરી પૂછપરછ શરૂ
NIAએ દેશ વિરોધી તત્વોને ટ્રેક કરવા માટે સોશિયલ મીડિયા તેમજ ઈન્ટર્સેપ્શન જેવી બાબતો આધારે ગુજરાતના ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. જેના માટે એ.ટી.એસ અને એન.આઈ.એ દ્વારા ગુજરાતના અમદાવાદ, સુરત, નવસારી અને ભરૂચમાં યોગ્ય તપાસ આદરી દેવામાં આવી છે.
ભૂતકાળમાં પણ આવી ગતિવિધિઓમાં સંડોવણી
અત્યારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને ATSએ જે શખસોની અટકાયત કરી છે, તેઓ ભૂતકાળમાં પણ દેશવિરોધી ગતિવિધિઓ તથા ઉશ્કેરણીના મામલે સંડોવાયા જોવા મળ્યા હતા. અત્યારે તેમની સામે સોશિયલ મીડિયામાં અન્ય યુવકોને ભડકાવવાની સાથે દેશ વિરોધી દસ્તાવેજો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT