હાથી, ઘોડા નહીં… સૌરાષ્ટ્રની શાન છકડામાં નીકળી જાન, VIDEOમાં જુઓ વરરાજાની ઠાઠ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દ્વારકા: હાલમાં લગ્નસરાની સીઝન ચાલી રહી છે. જેમાં વરરાજા ઘણીવાર ખાસ અંદાજમાં જાન લઈને નીકળવાના કારણે ચર્ચાંમાં આવતા હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં એક જાન અનોખા અંદાજના કારણે ચર્ચામાં છે. જેમાં વરરાજા સૌરાષ્ટ્રની શાન ગણાતા છકડામાં જાન સાથે પહોંચે છે. વરરાજાનો આવો અંદાજ જોઈને કન્યા પક્ષના મહેમાનો પણ જોતા રહી ગયા હતા.

વરરાજા સૌરાષ્ટ્રની શાનમાં જાન લઈને પહોંચ્યા
દેવભૂમી દ્વારકાના ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામમાં ગોજીયા પરિવારના આંગણે લગ્નની શરણાઈઓ ગૂંજી રહી હતી. જેમાં રાત્રે રાસ-દાંડીયા બાદ બીજા દિવસે જાન નીકળી હતી. ત્યારે વરરાજાએ હાથી, ઘોડા કે કારની જગ્યાએ સૌરાષ્ટ્રની શાન એવા છકડામાં જાન નીકાળી હતી. જાનમાં એક, બે નહીં 10 જેટલા છકડા એક લાઈનમાં નીકળ્યા હતા. ત્યારે વરરાજાનો આવો ઠાઠ જોઈને ગામલોકો પણ જોતા રહી ગયા હતા.

આ પણ વાંચો: દીકરીના લગ્નના આગલે દિવસે જ પિતાએ કર્યો આપઘાત, લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો

ADVERTISEMENT

અગાઉ JCBમાં જાન નીકળી હતી
નોંધનીય છે કે, હાલમાં લગ્નની સીઝનમાં વરરાજા અલગ-અલગ અંદાજમાં જાન લઈને જતા હોવાના કારણે ચર્ચામાં આવતા હોય છે. તાજેતરમાં જ નવસારીમાં પણ એક લગ્નમાં વરરાજા JCBમાં બેસીને પરણવા માટે પહોંચ્યા હતા. જે બાદ આ વરરાજાના લગ્ન ચર્ચામાં આવી ગયા હતા. પંજાબના એક લગ્નમાં JCBમાં વરરાજાની એન્ટ્રી થતા જોઈ યુવકને પણ પોતાના લગ્નમાં આ રીતે એન્ટ્રી કરવાનો વિચાર આવ્યો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT