દ્વારકા મંદિરમાં નોટો ઉડાવવાનો વિવાદ ઉગ્ર બન્યો, ક્ષત્રિય વાઘેર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો- Video
દ્વારકાઃ જગત મંદિરમાંથી સામે આવેલા ખુબ જ આઘાતજનક દ્રશ્યોને લઈને હવે કાર્યવાહીની તલવાર લટકી રહી છે ત્યારે લોકોમાં પણ આ વીડિયોને લઈને રોષની લાગણી હતી.…
ADVERTISEMENT
દ્વારકાઃ જગત મંદિરમાંથી સામે આવેલા ખુબ જ આઘાતજનક દ્રશ્યોને લઈને હવે કાર્યવાહીની તલવાર લટકી રહી છે ત્યારે લોકોમાં પણ આ વીડિયોને લઈને રોષની લાગણી હતી. આ ઘટનાને લઈને હવે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ક્ષત્રિય વાઘેલ સમાજ નારાજ થતા રેલી સ્વરૂપે રોષ વ્યક્ત કર્યો હતો. દ્વારકાધીશના મંદિરમાં કેટલાક લોકો દ્વારા પૈસા ઉડાડવામાં આવ્યા હતા. ભગવાન દ્વારકાધીશ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. વિષ્ણુભગવાનના પત્ની લક્ષ્મીજી છે. દ્વારકા મંદિરમાં પૈસા ઉડાડવામાં આવતા એક પ્રકારે માતાજીનું સ્પષ્ટ અપમાન ભગવાનની નજરો સામે જ થયું હતું. આ મામલે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.
સુરતઃ બહેનની છેડતી કરનારે કાળી ટી-શર્ટ પહેરી હતી, અન્ય યુવકને ખાવો પડ્યો માર- CCTV
સંત-પુજારી જેવા વેશ ધરાવનારાઓએ પણ ઉડાવ્યા રૂપિયા
જગતમંદિર દ્વારકા ખાતેથી કેટલાક વીડિયો સામે આવ્યા હતા. એક તરફ જ્યાં ફોટોગ્રાફીની મનાઈ છે ત્યાં વીડિયો એવા સામે આવ્યા હતા કે રોકડ નોટો ગર્ભગૃહમાં ઉડાવવામાં આવી હતી. જાણે કે ડાયરામાં કોઈ રૂપિયા કલાકાર પર ઉડાવતું હોય તે રીતે જગતમંદિરમાં રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા. કેટલાક શખ્સો દ્વારા આ પ્રકારે લક્ષ્મીજીનું અપમાન ખુદ દ્વારકાધીશની નજરો સામે જ કરવામાં આવ્યું હતું. જેને લઈને ઘણા લોકોની આસ્થા દુભાઈ હતી.પૈસા ઉડાવનાર વ્યક્તિને પુજારી દ્વારા પણ અટકાવવામાં આવ્યા નહોતા. કેટલાક લોકો સંતો કે પુજારી જેવો વેશ ધરાવતા હતા તેમણે પણ અહીં અઢળક રૂપિયા ઉડાવ્યા હતા.
કાર્યવાહી માટે આવેદન આપવું પડે?
દ્વારકાધીશ સામે ચલણી નોટોના ઘાના વીડિયો વાયરલ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. શ્રી અખીલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજના ઇષ્ટદેવ સામે ચલણી નોટોના ઘા કરી સાથે મંજૂરી વગર વીડિયો બનાવી વાયરલ કરવા બદલ ક્ષત્રિય વાઘેર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી મૂળ સુધી યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા ભાર પૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. લોકોનું કહેવું હતું કે, જગત મંદિર પરિસરમાં તંત્ર દ્વારા સામાન્ય પ્રજા માટે મોબાઈલ પર પ્રતિબંધ હોવા છતાં મંજૂરી વગર વીડિયો કોણ બનાવી વાયરલ કરે છે? સી.સી.ટી.વી. હોવા છતાં કાર્યવાહી માટે આવેદન પત્ર આપવું પડે??
ADVERTISEMENT
સેના સમગ્ર દેશને બરબાદ કરી રહી છે, હવે જનતાએ વિદ્રોહ કરવો જ પડશે: ઇમરાન ખાન
ઈન્ચાર્જ કલેક્ટરે આપ્યા તપાસના આદેશ
આ ઘટનાના વીડિયો વાયરલ થયા હતા. જેને લઈને ઈન્ચાર્જ કલેક્ટર એસ ડી ધાનાણીએ તપાસના આદેશ આપ્યા હતા. મંદિરમાં ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ છે ત્યારે વીડિયો વાયરલ થતા સવાલો ઊભા થયા હતા. આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ના બને તે માટે પણ મંદિરના વહીવટદારોને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
(ઈનપુટઃ રજનીકાંત જોશી, દ્વારકા)
ADVERTISEMENT
ADVERTISEMENT