દ્વારકાધીશ મંદિરમાં રોજની 6 ધ્વજાજીના આરોહણ પર વિવાદ વચ્ચે અચાનક ધ્વજાદંડ તૂટ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

દ્વારકા: જગવિખ્યાત દ્વારકાધીશ મંદિર (Dwarkadhish Temple) ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. મંદિરમાં આવેલા ધ્વજાદંડને બે વર્ષમાં ફરી એકવાર નુકસાન થયું છે. જેના કારણે વૈકલ્પિક જગ્યાએ ધ્વજારોહણ કરાઈ રહ્યું છે. શનિવારના રોજ અચાનક ધ્વજાદંડનો ઉપરનો ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે ઉપરના ભાગે ધ્વજારોહણ શક્ય થયું ન હતું. એવામાં રિપોરિંગ ન થાય ત્યાં સુધી અડધી કાઠીએ ધ્વજારોહણ કરવામાં આવશે.

બે વર્ષમાં બીજી વખત ધ્વજાદંડ ક્ષતિગ્રસ્ત

બે વર્ષમાં આ બીજી વખત ધ્વજાદંડને નુકસાન થયું છે. આ પહેલા 2021માં દ્વારકામાં ભારે વરસાદમાં મંદિર પર આકાશી વીજળી પડી હતી. જેના કારણે ધ્વજા અને દંડની પાટલીને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ફરી 2 વર્ષ બાદ ધ્વજાદંડને નુકસાન થયું છે. જેના કારણે નવો ધ્વજા દંડ ન લાગે ત્યાં સુધી અડધી કાંઠીએ ધ્વજારોહણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દ્વારકાના જગતમંદિરની સંપૂર્ણ ધ્વજાદંડ સાથેની તસવીર
દ્વારકાના જગતમંદિરની સંપૂર્ણ ધ્વજાદંડ સાથેની તસવીર

મંદિરમાં 6 ધ્વજાજીના આરોહણને લઈને શું છે વિવાદ?

ખાસ વાત છે કે, હાલમાં દ્વારકા મંદિરમાં રોજ 6 ધ્વરાજીનું આરોહણ કરવામાં આવે છે અને 2024 સુધીનું બુકિંગ ફુલ થઈ ગયું છે. અબોટી બ્રાહ્મણ ત્રિવેદી પરિવારના યુવાનો વર્ષના તમામ દિવસે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરે છે. જોકે તાજેતરમાં રોજની 6 ધ્વજાજીના આરોહણના નિર્ણય પર વિવાદ થયો છે. દેવસ્થાન સમિતિ અને કલેક્ટર દ્વારા ભક્તોની માંગના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે દ્વારકાધીશ મંદિરમાં રોજ પાંચની જગ્યાએ છ ધ્વજા ચડાવવામાં આવશે. જોકે આ અંગે ત્રિવેદી અબોટી પરિવારને વિશ્વાસમાં લીધા વિના જ નિર્ણય લઈ લેવાતા તેમણે નોટિસ પાઠવી હતી અને 3 દિવસમં આ અંગે ખુલાસો આપવાની તાકીદ કરી છે.

ADVERTISEMENT

151 ફૂંટની ઊંચાઈએ 25 ફૂટના ધ્વજદંડ પર ધજા ફરકાવાય છે

નોંધનીય છે કે, દ્વારકાધીશ મંદિર પર 151 ફૂટની ઊંચાઈ પર 25 ફૂટનો ધ્વજદંડ આવેલો છે. એના ઉપર એક ધ્વજ સ્તંભ છે, જેના પર ભગવાન દ્વારકાધીશની ધજા ફરકાવવામાં આવે છે.

    follow whatsapp

    ADVERTISEMENT