દ્વારકાઃ વહાણના નાવીકની નોકરી માટે જરૂરી ધો. 10ના 66 સર્ટીફિકેટ બનાવીને વેચી પણ દીધા
રજનીકાંત જોશી.દ્વારકાઃ વહાણના નાવિક તરરીકે ની નોકરી મેળવવા માટે જરૂરી STCW સટિફિકેટ મેળવવા ધોરણ 10 ગુજરાત માધ્યમિક બોર્ડના ડુપ્લીકેટ પરિણામ પત્રક બનાવી ઉપયોગ કરતા કૌભાંડ…
ADVERTISEMENT
રજનીકાંત જોશી.દ્વારકાઃ વહાણના નાવિક તરરીકે ની નોકરી મેળવવા માટે જરૂરી STCW સટિફિકેટ મેળવવા ધોરણ 10 ગુજરાત માધ્યમિક બોર્ડના ડુપ્લીકેટ પરિણામ પત્રક બનાવી ઉપયોગ કરતા કૌભાંડ ઝડપાયું છે. જામ સલાયા નજીક આવેલ પરોડિયા રોડ ઉપર આવેલી “અલ ફૈઝે કાસીમ” નામની દુકાન ખાતેથી દુકાન ધારક અજીમભાઈ અકબરભાઈ કુંગડાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ પાસના ડુપ્લીકેટ માર્કશીટ પોતાના કોમ્પ્યુટરમાં બનાવી અને આ ડુપ્લીકેટ માર્કશીટનો ઉપયોગ વહાણના નાવિક તરીકેની નોકરી મેળવવા માટે STCWના સર્ટિફિકેટ મેળવવા માટે કરતા હોવાનું સામે આવ્યું છે. એસઓજી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એજન્સીને મોટી સફળતા હાંસલ થઈ છે.
જામનગરઃ બેંકકર્મી મહિલાને છેડતી મામલે ઠપકો આપવા જતા પિતા-પુત્ર પર હુમલો, પિતાનું મોત
2022થી ચાલતું હતું કૌભાંડ
SOG ના સ્ટાફ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતા ધોરણ-૧૦ પાસના અલગ-અલગ કુલ-૬૬ માર્કશીટ મળી આવેલ ત્યારબાદ ઉપરોક્ત ધોરણ-૧૦ ના માર્કશીટની ખરાઈ થવા સારૂ શ્રી આસિસ્ટન્ટ સેક્રેટરી, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, ગાંધીનગરનાઓ તરફ મોકલી અપાઈ હતી અને આ માર્કશીટ બનાવટી હોવાનું સામે આવ્યું છે. સલાયાના આરોપીઓએ પોતાનો આર્થિક લાભ મેળવવા માટે ધોરણ-૧૦ના ઈશ્યૂ કરવામાં આવતા માર્કશીટ જેવા જ અલગ અલગ બનાવટી માર્કશીટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી અને STCW ના સર્ટી બનાવવા અલગ-અલગ એકેડેમીમાં એડમિશન પણ અપાવ્યું હતું. આ કામ માટે શખ્સો લોકો પાસેથી પૈસા મેળવતા અને તે પૈસામાંથી કમીશન મેળવી લોકોની સાથે ઠગાઇ કર્યાનો ગુન્હો SOG એ IPC ની વિવિધ કલમ હેઠળ દાખલ કર્યો છે. એમપી/સિંઘ, રમન્ના ઈન્સ્ટીટ્યુટ હેડ મુંબઈના યુવાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ સલાયાના અજીમ અકબરભાઈ સાલેમામદભાઈ કુંગડાની સાથે મળીને 2022થી ગુજરાત સેકન્ડ્રી એન્ડ હાઇ સેકન્ડ્રી એજયુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ના ઇશ્યૂ કરવામાં આવતા સર્ટીફીકેટ જેવા જ અલગ અલગ વ્યકતીઓના પરીક્ષા આપ્યા વગર કુલ ૬૬ બનાવટી સર્ટીફીકેટ બનાવી આપ્યા હતા. અલગ અલગ એકેડમીમાં એડમીશન અપાવવાના ઇરાદાથી ડુપ્લીકેટ સર્ટીફીકેટનું કોભાંડ કર્યા હોવાની વિગતો પ્રકાશમાં આવતાં દેવભૂમિ દ્વારકાના જામ સલાયા મરીન પો.સ્ટે ખાતે આઈ.પી.સી. કલમ.૧૨૦-બી, ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કેબિનેટ મંત્રીના કાફલા પર હુમલો, લોકોએ દોડાવી દોડાવીને કપડા ફાડી નાખ્યા
આરોપીનું નામ, સરનામું
(૧) અજીમભાઈ સ.ઓફ અકબરભાઈ સાલેમામદભાઈ કુંગડા, મુસ્લીમ વાઘેર, ઉ.વ.૨૧ ધંધો.કોમ્પ્યુટર જોબ વર્ક, રહે.જામ સલાયા, બારાઈનું ફળીયુ, શાહ મુસાફીરની દરગાહ બાજુમાં, તા.જામ ખંભાળીયા જી.દેવભૂમિ દ્વારકા ફરારી(૨) એમપી/સિંઘ, રમન્ના ઈન્સ્ટીટ્યુટ હેડ મુંબઈ.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT