દ્વારકાઃ પરિણિત યુવતીને અન્ય ધર્મના યુવકે ભગાડી હોવાના આક્ષેપ સાથે પ્રાંત કચેરીનો ઘેરાવો- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

રજનીકાંત જોશી.દ્વારકાઃ દ્વારકા તાલુકામાં કથિત લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, ઓખા મંડળના અનેક હિન્દુ સંગઠનો અને યુવતીના માતા પિતા અને પરિવાર દ્વારા ઓખા અને દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સાથે ફરિયાદ આપી છે. સાથે જ આ મામલામાં પ્રાંત અધિકારીની કચેરીનો લોકોએ ઘેરાવો કર્યો હતો. નારે બાજી સાથે ખારવા સમાજની દીકરીને પાછી લાવવાની માગ કરી હતી.

શું બન્યો છે બનાવ?
દ્વારકા તાલુકાના ઓખા ગામે રહેતા ખારવા સમાજની દીકરીને સિક્કા ખાતે લગ્ન થયા હતા. જે તા. 5/7/2023 ના ઓખાથી દ્વારકા કોલેજમાં લિવિંગ સર્ટિફિકેટ લેવા જવાનું કહી ઘરેથી નીકળી એક કલાક બાદ ફોન બંધ આવતા માતા પિતા ચિંતામાં મુકાયા હતા અને સગા વ્હાલાઓને જાણ કરતા કોઈ પત્તો લાગ્યો નહોતો. આથી આખરે દીકરીના માતા પિતા ઓખા મરીન પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા દોડી ગયા હતા.

યુવક પરિણિતાને ભગાડી ગયાનો આક્ષેપ
માતા પિતાના જણાવ્યા પ્રમાણે તેમની દીકરીને બે દિવસ પહેલા દ્વારકાના વિધર્મી યુવક દ્વારા લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું છે.તા. 5/7/2023 નાં રોજ દ્વારકા કોલેજમાં લિવિંગ સર્ટિ લેવા માટે ગઈ અને ગુમ થઈ ગઈ હોવાની જાણ પરિવાર થતાં ઓખા મરીન મથકે અરજી કરવામાં આવી હતી. પરંતુ બે દિવસ સુધી કોઈ નિણર્ય ના આવતા આજે ઓખા મંડળના ખારવા સમાજ અને હિન્દુ સંગઠન દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. અનેક હિન્દુ સંગઠન દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યા બાદ તંત્ર દ્વારા 24 થી 48 કલાકનો સમય માંગ્યો હતો. ઓખા, દ્વારકા તાલુકાના અનેક યુવાનો, મહિલોઓ દ્વારકા પ્રાંત અધિકારી ઓફિસે ઘેરો કર્યો હતો. હાલ ઓખા મરીન પોલીસ દ્વારા યુવતી અને યુવકના મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT