‘ન કરે નારાયણને જો… તો મને કે મારા પરિવારને…’- દ્વારકામાં પાલ આંબલિયાએ મંચ પરથી કરી મોટી ચોખવટ
દ્વારકાઃ દ્વારકા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ જાહેરમંચ પરથી મોટી ચોખવટ કરી દીધી હતી.…
ADVERTISEMENT
દ્વારકાઃ દ્વારકા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ જાહેરમંચ પરથી મોટી ચોખવટ કરી દીધી હતી. તેમણે કહ્યું કે જો ના કરે નારાયણને અપેક્ષા કરતાં જુદુ પરિણામ આવે તો મને કે મારા પરિવારને પરેશાન કરતા નહીં. ઉલ્લેખનીય છે કે આ બેઠક પરથી કોંગ્રેસે મુળુભાઈ કંડોરીયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ બેઠકના મતદારો સાથે વાત કરતા દરમિયાન પાલ આંબલિયાએ આ વાત કરી હતી.
ટિકિટ ન મળ્યા પછી પાલ આંબલિયાએ કરી લીધી ચોખવટ
વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા દ્વારકા કલ્યાણપુર ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસની ટિકિટ ન મળ્યા પછી પાલ આંબલિયાએ જાહેર મંચ પરથી મોટી ચોખવટ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે પાલ આંબલિયાને ટિકિટ મળશે તેવા ગણિત હતા પરંતુ તેમને ટિકિટ મળી નથી માટે તેમણે ચોખવટ એ બાબતની કરી છે કે કાલે જો ચૂંટણી કોંગ્રેસ જીતે નહીં તો લોકો તેમને ઘરનો ભેદી સમજીને તેમને કે તેમના પરિવારને પરેશાન કે બદનામ ન કરે. તેમણે આ અંગે કહ્યું કે, ઘર કા ભેદી લંકા ઢાએ કહેવત છે, ઘરના ભેદીને ઓળખી લેવો જોઈએ અને તેને પ્રેમથી ઘરે બેસાડી દેવો જોઈએ. તેને કહી દેવું જોઈએ કે ભાઈ તું મત ન આપતો વાંધો નહીં પણ મહેરબાની કરી અમારી આંતરિક બાબતો જાણવા આવતો નહીં. ક્યાંય શક્યતાઓ દેખાતી નથી પરંતુ ન કરે નારાયણ અને કદાચ આપણી અપેક્ષા બહાર પરિણામ આવે તો મને અને લક્ષમણભાઈને કે અમારા પરિવારને બદનામ કરતા નહીં.
82 વિધાન સભા દ્વારકા કલ્યાણપુરથી કોંગ્રેસે ટિકિટ ના આપ્યા પછી પાલ આંબલીયાએ જાહેર મંચ પરથી કરી મોટી ચોખવટ, કહ્યું .. ના કરે નારાયણ ને 82 વિધાન સભાનું પરિણામ જો કોંગ્રેસની અપેક્ષા બાહર આવે તો મારા અને મારા પરિવારને બદનામ કરશો નહિ#GujaratElections2022 #electionwithgujarattak pic.twitter.com/vlaKNTXs1e
— Gujarat Tak (@GujaratTak) November 14, 2022
(વીથ ઈનપુટઃ રજનીકાંત જોશી, દ્વારકા)
ADVERTISEMENT
ADVERTISEMENT