Crime News: રિમાન્ડ દરમિયાન શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલે કર્યાં ચોંકાવનારા ખુલાસા, આટલા કરોડનો કર્યો તોડ

ADVERTISEMENT

Crime News
Crime News
social share
google news
  • મહેન્દ્ર પટેલની રિમાન્ડમાં થયા અનેક ખુલાસાઓ
  • એક બે નહીં પરંતુ 50 જેટલી શાળામાં તોડ કર્યાની કબૂલાત
  • પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીએ રૂપિયા 4થી5 કરોડનો તોડ કર્યો હતો

Blackmail Scam: શાળો સાથે તોડ કરીને પૈસા પડવાતા મહેન્દ્ર પટેલે (Mahendra Patel) તેના ગુનાની કબૂલાતમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીએ રૂપિયા 4થી5 કરોડનો તોડ કર્યાનું કબૂલ્યું છે. 5 દિવસના રિમાન્ડ દરમિયાન મહેન્દ્ર પટેલે મૌન તોડતા કેટલાક ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. એક બે નહીં પરંતુ 50 જેટલી શાળામાં તોડ કર્યો હોવાની કબૂલાત કરી છે. તોડબાજ મહેન્દ્ર પટેલ જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.

શું છે સમગ્ર મામલો

રાજ્યમાં શિક્ષણ જગતમાં સૌથી મોટા તોડકાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં મહેન્દ્ર પટેલનું નામ સામે આવ્યું હતું. રાજ્યમાં શાળાની મંજૂરી લેવા માટે આ તોડબાઝ મહેન્દ્ર સિંહ અનેક શાળાઓમાં તોડ કરવીને મંજૂરીના નામે પૈસા પડાવ્યા હતા. આ મામલો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઘર અને ઓફિસે દરોડા પડ્યા હતા. પોલીસ તપાસમાં રોકડ અને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. આ તપાસમાં મહેન્દ્ર પટેલ 50 જેટલી શાળાઓ સાથે સેટિંગ કરી ગેરકાયદેસર રીતે વસૂલાત કર્યાનો ભાંડો ફાટ્યો છે. 28 જાન્યુઆરીએ આ તોડકાંડમાં RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેમની સઘન પુછપરછ ચાલી રહી છે પૂછપરછમાં તેમણે 5 કરોડ જેટલી રકમ વસૂલી હોવાનો સામે આવી રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT