પંચકોશી પરિક્રમામાં ભક્તો જીવના જોખમે નદીમાં ચાલી સામે પાર જવા મજબુર, સુવિધાને લઈ તંત્ર પર ઉઠયા સવાલ
નર્મદા: પંચકોશી નર્મદાની પરિક્રમા કરવા માટે દૂર દૂરથી ભાવી ભક્તો પહેલાં દિવસથી જ ઉમટી પડ્યા હતા અને પરિક્રમા કરતા જોવા મળ્યા હતા. વેદો અને પુરાણોમાં…
ADVERTISEMENT
નર્મદા: પંચકોશી નર્મદાની પરિક્રમા કરવા માટે દૂર દૂરથી ભાવી ભક્તો પહેલાં દિવસથી જ ઉમટી પડ્યા હતા અને પરિક્રમા કરતા જોવા મળ્યા હતા. વેદો અને પુરાણોમાં પણ પંચકોશી નર્મદાની પરિક્રમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પરિક્રમા કરવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, એમ.પી, યુપી સહિત દેશના ખૂણે ખૂણેથી લોકો પરિક્રમા કરવા માટે આવતા હોય છે અને માઁ નર્મદાની પરિક્રમા કરીને અનેરી ભક્તિમાં લિન થતાં હોય છે. ત્યારે આ વર્ષે પંચકોશી પરિક્રમામાં આવેલા શ્રદ્ધાળુ માટે તંત્ર દ્વારા કોઈ સુવિધા ન મળતા ભક્તોમાં રોષ જોવા મળ્યો છે.
દર વર્ષે પંચકોશી માઁ નર્મદાની પરિક્રમા કરવા માટે લાખોની સંખ્યામાં પરિક્રમા વાસીઓ આવે છે. પહેલા દિવસથી જ માં નર્મદાની પરિક્રમા કરવા માટે મોટી સંખ્યા માં પરિક્રમા વાસીઓ ઉમટી પડ્યા હતા. ત્યારે પંચકોષીયાત્રામાં આવેલ શ્રદ્ધાયુ તંત્ર દ્વારા કોઈ સુવિધા ન મળતા ભક્તોમાં રોષ જોવા મળ્યો છે. સામે પાર જવા માટે નાવડીઓની પણ પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે ભક્તો જીવના જોખમે નદી માં ચાલી સામે પાર જવા મજબુર બન્યા છે.
ADVERTISEMENT
કોઇ ઘટના ઘટે તો જવાબદાર કોણ
માં રેવા એટલેકે નર્મદા નદી જેનું પુરાણો માં અદભુત મહત્વ દર્શાવવામાં આવ્યું છે. નર્મદા નદીના તટ ઉપર અનેક દેવસ્થાન આવેલા છે જ્યાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. નર્મદા પરિક્રમા નું પણ ખૂબ મહત્વ રહેલું છે. 19 કિલોમીટર ની આ ઉત્તરવાહિની પરિક્રમા સમગ્ર ચૈત્ર મહિના સુધી ચાલે છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ વ્યવસ્થા ન કરતાં અનેક સવાલો ઉઠયા છે. ત્યારે સામે પાર જવા માટે નાવડીઓની પણ પૂરતી વ્યવસ્થા નહીં કરતાં ભક્તો જીવના જોખમે નદીમાં ચાલી સામે પાર જવા મજબુર બન્યા છે ત્યારે કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ?
(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા )
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT