જામનગરમાં તાજિયા વીજ વાયરને અડી જતા 2ના મોત, 10 ગંભીર
ધરાનગરઃ જામનગર શહેરમાં મોહરમ નિમિત્તે કાઢવામાં આવેલા તાજીયા ઝુલૂસમાં 15 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો છે. આના કારણે ઘટનાસ્થળે કફોડી સ્થિતિ જોવા મળી હતી. તો…
ADVERTISEMENT
ધરાનગરઃ જામનગર શહેરમાં મોહરમ નિમિત્તે કાઢવામાં આવેલા તાજીયા ઝુલૂસમાં 15 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો છે. આના કારણે ઘટનાસ્થળે કફોડી સ્થિતિ જોવા મળી હતી. તો બીજી બાજુ 2 લોકોએ ત્યાં જ પોતાના જીવ ગુમાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે અન્ય ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના ધરાનગર-2 ટેકરી વિસ્તારમાં બની છે.
અચાનક વીજ વાયર પડતા દુર્ઘટના…
મોહરમનો તહેવાર જોરશોરથી ઉજવવા માટે જામનગરના ધરાનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો આ ઝુલૂસમાં જોડાયા હતા. આ દરમિયાન અચાનક ક્યાંકથી વીજ વાયર તૂટી પડ્યો અને આના કારણે 15 લોકોને કરંટ લાગ્યો હતો, જ્યારે 1નું તો ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT
પોલીસ ઘટનાસ્થળે પહોંચી..
વીજ કરંટનાં કારણે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આના કારણે અહીં હોસ્પિટલમાં લોકોની ભીડ જમા થઈ ગઈ હતી એટલું જ નહીં પોલીસ પણ અહીં આવી પહોંચી છે. પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈને અત્યારે વધુ તપાસ હાથ ધરી દીધી છે. દુર્ઘટનાનું મુખ્ય કારણ શું છે તેની માહિતી માટે પોલીસે તજવીજ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
પાંચ બાળકોને વીજ કરંજ લાગ્યો, એકનું મોત
થોડા સમય પહેલા વધુ એક વીજ કરંટથી નુકસાન પહોંચ્યું હોય એવી ઘટના સામે આવી હતી. જામનગરમાં વાડીમાં પશુઓ પાશને નુકસાન ન પહોંચાડે એના માટે વીડીના ફરતે વીજ તાર લાગાડવામાં આવ્યો હતો. આ દરમિયાન તારમાં વીજ કરંટનો પ્રવાહ વધારે હોવાથી મજૂરી કામ કરતા પરિવારના પાંચ બાળકોએ મજાક મસ્તીમાં આ તારને અડી લીધો હતો. જેના કારણે તેમને કરંટ લાગતા 1નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચારને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT