ડુપ્લીકેટ ચલણી નોટો ગુજરાતમાં ઘુસાડવાનું રેકેટ ઝડપાયું, બેંગલોરથી ચાલતું હતું નેટવર્ક

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ, સુરત: દેશભરમાં ડુપ્લિકેટ નોટ મોટી સમસ્યા બની છે. ત્યારે ગુજરાતમાં પણ ડુપ્લિકેટ નોટ સતત સામે આવી રહી છે. ત્યારે સુરતમાંથી રાજ્ય વ્યાપી ડુપ્લીકેટ નોટ રેકેટ ઝડપાયું છે. અમરોલી પોલીસે બેગ્લોર થી 4 લાખ થી વધુની ડુપ્લીકેટ નોટ ઝડપી પાડી છે. ત્યારે આ મામલે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

સુરત શહેર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આ.એ એજ આરોપીઓ છે કે જેઓ ભારતીય કરન્સીની નકલી નોટોનો વ્યાપાર કરતા હતા. ભારતીય કરન્સીની ડુપ્લીકેટ નોટોનો વ્યાપાર કરતા આરોપીઓ સીધી રીતે દેશની ઇકોનોમીને નુકસાન પહોંચાડી રહ્યા હતા.ધરપકડ કરાયેલા આ ત્રણ આરોપીમાંથી એક આરોપીનું નામ શાંતિલાલ ગોવર્ધનલાલ મેવાડા છે. જેની પાસેથી પોલીસે શરૂઆતમાં 500 ના દર ની 32 નોટો પકડી પાડી હતી.
 તપાસમાં ખૂલ્યા નામ
શાંતિલાલ ની પૂછપરછ કરતા અમરોલી પોલીસ સે  વિષ્ણુ મેવાળાને ઘરે રેડ કરી હતી.  અને તેમના  ઘરેથી 500 ની દરની 149 નોટ અને 50 રૂપિયાની દરની 32 નોટો કબજે કરી હતી. આ બાબતે સુરત શહેર પોલીસના પોલીસ કમિશનર અજયકુમારે જણાવ્યું હતું કે વિષ્ણુ મેવાડા બેંગ્લોર ખાતે રહેતા માઈકિલ રાઈબન ઈલિયાસ રાહુલ ફર્નાન્ડિઝ ની પાસેથી ડુપ્લીકેટ નોટ મેળવતો હતો. પોલીસે ત્યાં રેડ કરી એમની ધરપકડ કરી હતી અને રેડ દરમિયાન એમના ઘરેથી પોલીસે 50  ના દરની 978 ડુપ્લીકેટ નોટો કબજે કરી હતી.   આ પ્રકારે ત્રણ આરોપીને કરવામાં આવી છે જેમાં શાંતિલાલ મેવાડા,વિષ્ણુ મિસરીલાલ મેવાડા અને માઇકલ રાઈબન ફર્નાન્ડિઝનો સમાવેશ થાય છે.
પોલીસે તપાસ શરૂ કરી
બેંગ્લોરનો રહેવાસી માઈકલ ફર્નાન્ડિસ કોની પાસેથી આ ડુપ્લીકેટ નોટ લાવીને સુરતમાં આપી રહ્યો હતો એ બાબતે સુરત પોલીસની તપાસ ચાલી રહી છે. આ લોકો મળીને ભારતના ઇકોનોમિક સિસ્ટમ નુકસાન પહોંચાડી રહ્યા હતા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT