‘CM કાર્યાલયમાં અધિકારી છું’ ખોટી ઓળખ આપનાર શખ્સને જામનગર LCBએ અમદાવાદથી ઉઠાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર.જામનગરઃ મહાઠગ કિરણ પટેલ હજુ બધાને યાદ હશે આવા કિરણ પટેલોની ગુજરાતમાં પણ કોઈ કમી નથી, આવી જ એક ઘટના જામનગરમાં સામે આવી છે. જ્યાં એક કૌભાંડમાં સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે, તેને જવા દેવા માટે પોતે સીએમ ઓફીસમાં કોઈ અધિકારી ના હોવા છતાં અધિકારી તરીકે ખોટી ઓળખ આપી આરોપીને જવા દેવાની ભલામણ કરનાર ઈસમને એલસીબીએ રાતોરાત અમદાવાદથી ઉઠાવી લીધો છે.

ભારત માતા પર મણિપુરનો ઘા રુઝાતા વર્ષો લાગશે: કેરળમાં રાહુલ ગાંધીની જાહેર સભા

સીધી SPના જ ફોન પર કોલ કરી આપવા લાગ્યો દાટી

જામનગર જિલ્લામાં બે થી વધુ મિલ્કત સબંધી ગુનામાં પકડાયેલા આરોપીઓની પ્રવૃત્તિ સંબંધી સરપ્રાઇઝ મીટીંગ પોલીસ અધિક્ષકએ એલ.સી.બી.કચેરી જામનગર લાલબંગલા કમ્પાઉન્ડ અંદર ખાતે પોલીસ અધિક્ષક તથા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.વી, ચૌધરી સાથે મીટીંગ યોજાઈ હતી. આ દરમ્યાન પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેકટરનો ફોન ASI ભરતભાઈ પટેલને એટેન્ડ કરવા માટે સોંપેલ હતો, આ દરમ્યાન એસપીના નંબર પર વોટસઅપ કોલ આવતા આ ફોન રીસીવ કરતા મોબાઇલ કરનાર વ્યકિતએ પોતે ગુજરાત રાજયના મુખ્યમંત્રીના કાર્યાલયથી સરકારી ઓફિસર નીકુંજભાઇ પટેલ બોલું છું તમે જામનગર પોલીસને આમીર અસલમ ગરાણા નામના વ્યકિતને પકડેલો છે. તેઓને તાત્કાલીક છોડી દેવા માટે મારી અંગત ભલામણ છે તે ધ્યાનથી સાંભળી તેઓને તાત્કાલીક છોડાવવાની વ્યવસ્થા કરો, તેવી રીતે વોટસઅપ કોલ કર્યો હતો.

સમગ્ર બાબત અંગે SPનું ધ્યાન દોર્યું

આ દરમ્યાન પોલીસ અધિક્ષકની સરપ્રાઇઝ મીટીંગ પુર્ણ થતા ASI ભરત પટેલે સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યું. આ અંગે મુખ્યમંત્રીના કાર્યાલયથી નીકુંજ પટેલ નામના સરકારી ઓફિસર અંગે ખરાઈ કરાવતા આવા કોઇ વ્યકિત મુખ્યમંત્રીના કાર્યાલયમાં સરકારી નોકરી ન કરતા હોવાનું સામે આવ્યું હતું. આમ પોતે સરકારી અધિકારી ના હોવા છતાં નિકુંજ પટેલ મો.નં. ૭૬૦૦૪૪**૫૫ વાળાએ સરકારી ઓફિસર તરીકે નોકરી કરતા ન હોવા છતા તેઓ સરકારી ઓફિસર હોય તેવી ખોટી ઓળખ આપી સરકારી ઓફીસર તરીકેનું નામ ધારણ કરી સાયબર ક્રાઇમના ગુનામાં પકડાયેલો આમીર અસલમ ગરાણાને તાત્કાલીક છોડી દેવા માટે જણાવતા એલસીબીએ તત્કાલ અસરથી અમદાવાદથી ખાતેથી નિકુંજ પટેલને ઉપાડી લીધો હતો. ક્રાઈમની ટીમે તેને સીટી એ ડીવીઝન પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સ અગાઉ કોઈ ગુનાઓમાં ઝડપાયેલો છે કે કેમ તે અંગે વધુ તપાસ તજવીજ એલસીબી ચલાવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT