સુરતમાં કાળ બની ડમ્પર ફરી વળ્યુ, ઘટના સ્થળ પર જ ત્રણ લોકોના મૃત્યુ
સુરત: રાજ્યમાં અકસમતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે વાહન ચાલકો જાણો મોત બની ફરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. એક બાદ…
ADVERTISEMENT

સુરત: રાજ્યમાં અકસમતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે વાહન ચાલકો જાણો મોત બની ફરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. એક બાદ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ત્યારે સુરતમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે.શહેરના કામરેજના વિહાનથી ટીમ્બા ગામ તરફ જતા રસ્તા પર અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ ડમ્પર ચાલકે ત્રણ લોકોને કચડી નાખ્યા છે. જેમાં ત્રણેય વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે.
સુરતમાં એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે સુરતમાં ત્રણ વ્યક્તિઓ પર ડમ્પર કાળ બની ફરી વળ્યું છે. ત્યારે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે. ડમ્પર બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. બારડોલી ગળતેશ્વર જતા માર્ગ ઉપર ટીંબા ગામ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
ત્રણેય વ્યક્તિના ઘટના સ્થળે મોત
કામરેજના વિહાનથી ટીમ્બા ગામ તરફ જતા રસ્તા પર બેફામ ડમ્પર ચાલકે 3 લોકોને કચડ્યા હતા. આ તરફ ગંભીર ઇજાઓને કારણે ત્રણેયના સ્થળ પર જ દર્દનાક મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.
ADVERTISEMENT
ડમ્પર ખસેડતા સમયે અચાનક આગ લગતા તાત્કાલિક ફાયરની ટીમ દ્વારા સ્થળ પર પહોંચો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો. આ સાથે કામરેજ પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે એક સાથે ત્રણ વ્યક્તિના મોતથી અરેરાટી મચી છે.
ગઈકાલે પણ અકસ્માતમાં ત્રણના મોત
ગઈકાલે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા ખડસદ રોડ પર નવા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાથી તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી કારમાં સવાર ઈજાગ્રસ્તોને પતરા કાપી બહાર કઢાયાં હતાં. હાલ સમગ્ર અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT