‘ગમે તેટલા તોડકાંડ થાય ડગવાનું નથી’ જેલ બહાર આવ્યા પછી યુવરાજસિંહે પહેલીવાર કરી વાત
અમદાવાદઃ ગુજરાતમાં ડમીકાંડને લઈને ખણખોદ કર્યા પછી કૌભાંડ ઉજાગર કરી લોકો વચ્ચે અલગ જ છાપ ઊભી કરી દેનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિતના ઘણાઓ સામે તોડકાંડ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં ડમીકાંડને લઈને ખણખોદ કર્યા પછી કૌભાંડ ઉજાગર કરી લોકો વચ્ચે અલગ જ છાપ ઊભી કરી દેનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિતના ઘણાઓ સામે તોડકાંડ મામલે ફરિયાદ થઈ હતી. ડમીકાંડમાં નામ નહીં લેવાની સામે રૂપિયાની માગણી કરવાના મામલે છેલ્લા ત્રણ મહિનાથી યુવરાજસિંહ ભાવનગરની જેલમાં હતા. હવે જામીન પર બહાર આવ્યા પછી યુવરાજસિંહે પહેલીવાર પોતાના જેલવાસ, તોડકાંડ અને શિક્ષણ જગત અંગે વાત કરી છે. આ અંગે તેમણે સોશ્યલ મીડિયા પર વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો પણ અહીં અહેવાલના અંતે રજૂ કરાયો છે.
તથ્યકાંડના મૃતકોને આપી શ્રદ્ધાંજલી
યુવરાજસિંહે વીડિયોની શરૂઆત કરતા તથ્ય કાંડમાં મૃત્યુ પામેલાઓની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલી આપી હતી. આ પછી તેમણે કહ્યું કે, અંતે તો આ સરકાર છે સાચાને ખોટું અને ખોટાને સાચુ સાબિત કરે. સત્ય સુરજ જેવું હોય છે અને અંધકારના વાદળોથી જતુ નથી. તમે ત્રણ મહિના કોઈને જેલમાં નાખી દો પણ તેના મૂળ વિચારધારા અને સિદ્ધાંતોને દૂર નહીં કરી શકો. મેં હંમેશા શિક્ષણના શુદ્ધી કરણને લઈને કામ કર્યું છે. મારે કોઈ પક્ષ કે વ્યક્તિ સાથે પૂર્વાગ્રહ નથી પણ જેમણે ખોટું કર્યું છે તેમાં ગમે તેટલા તોડકાંડ થાય પણ ડગવાનું નથી.
તોડકાંડ અંગે યુવરાજસિંહે કહ્યું…
તોડકાંડમાં મારી સામે જે પણ કરવામાં આવ્યું તેમાં તથ્ય અને સત્ય ઘણું ઓછું અને કાવાદાવાઓ પુષ્કળ હતા. મને બદનામ કરવાનું કાવતરું હતું. જેમના પરિવારો માટે હું લડ્યો છું તે પરિવારો મને ટેકો કરી રહ્યા હતા તેના કારણે મોટા પદ પર બેઠેલાઓના ખુરશીના પાયા હલી ગયા હતા. તેમની ધમધમતી દુકાનો બંધ થઈ હતી. દુકાનો બંધ થઈ એટલે મારો વારો આવ્યો છે. ન્યાય તંત્ર પર ભરોસો મુકી મેં જામીન મુક્યા અને મળ્યા છે.
ADVERTISEMENT
જેલના અનુભવો કેવા રહ્યા?
જેલના દિવસો ઘણા કપરા રહ્યા છે. પણ ચિંતા કરવા જેવી નથી. જેલ અનુભવોની પાઠશાળા છે. ત્યાંથી ઘણું બધુ શીખવા અને અલગ અલગ માઈન્ડ સેટના માણસો અને તેમની માનસિકતાઓ પણ ઘણું શીખવતી હોય છે. આજથી એક વર્ષ પહેલા જ્યારે હું સાબરમતી જેલમાં હતો ત્યારે પણ ઘણું જાણ્યું. જેલમાં જે પ્રમાણે કાયદાનું શાસન છે, ત્યાં જેલ મેન્યુઅલ પ્રમાણે ગુનો જોવાતો નથી. તમામ કેદીઓને કાયદાની દ્રષ્ટીએ જોવાય છે. હું વ્યક્તિગત પણે આભાર માનું છું કે ભાવનગર જેલના જેલરે માતાપિતાની જેમ તમામ કેદીઓનું ધ્યાન રાખ્યું છે. તેઓ માતા પિતાની જેમ સાચવતા હતા. કોઈ સ્પેશ્ય ટ્રીટમેન્ટ નહીં પણ કેદીને કાયદાને ધ્યાન રાખી તેને તેનું વ્યક્તિગત જીવન જીવવા મળે છે કે કેમ તે સહિત બાબતોનું ધ્યાન રાખતા હતા. જમવાથી લઈ તેમની અરજીઓ પર પણ ધ્યાન અપાતું હતું. કોઈ ન્યુસન્સની સામે મેન્યુઅલ પ્રમાણે કાર્યવાહી થતી મેં જોઈ છે. આ ક્ષણે તમામનો આભાર માનવો રહ્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT