રાજ્યમાં ભારે વરસાદને લઈ જળાશયોમાં નવા નીરની આવક, સરદાર સરોવર ડેમ 64 ટકાથી વધુ ભરાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ જ સારી રહી છે. વરસાદની ત્રિજી ઇનિંગમાં પણ બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદને લઈને આજે સવારે 8 કલાકની સ્થિતિએ કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 53.96 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ 33 જળાશયો સંપૂર્ણ છલકાયાં છે.

રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈ આ વર્ષે પાણીની અછત નહીં સર્જાય તેવા એંધાણ છે, બીજી તરફ ખેડૂતો પણ ખુશ ખુશાલ છે. આ દરમિયાન ભારે વરસાદને પગલે રાજ્યના કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 53.96 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ 33 જળાશયો સંપૂર્ણ છલકાયાં છે. જ્યારે 49 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયોમાં 25 થી 70 ટકા સુધી પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ શક્તિના 64.40 ટકા જેટલા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.

આ ડેમો સંપૂર્ણ છલકાયાં
રાજ્યમાં 100 ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાના ધાતરવાડી, મુંજિયાસર, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, દાહોદ જિલ્લાના ઉમરીયા, ગીર સોમનાથના મચ્છુન્દ્રિ, જામનગરના વઘાડીયા, સપાડા, પૂના, ફૂલઝર-1 અને રૂપારેલ, જૂનાગઢના ઝાનજેશ્રી, ઉબેન, હસનપુર, હિરણ-1, મોટા ગુજેરીયા, મધુવંતી, રાજકોટના વેરિ, લાલપરી, મોજ અને સોદવદર, સુરેન્દ્રનગરના મોર્શલ, વન્સલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા સહિતના જળાશયોનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

આ સિવાય હાલમાં ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયમાં 61.18 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 36.51 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 42.26 ટકા, કચ્છના 20 જળાશયમાં 63.61 ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ 141 જળાશયમાં 63.85 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે.

    follow whatsapp

    ADVERTISEMENT