સુરત-ઓલપાડ બ્રીજમાં મોટી તિરાડ પડી જતા તંત્ર સફાળું જાગ્યું, મોટી દુર્ઘટના ટળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ ગુજરાતમાં ઠેર-ઠેર મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં 80 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. તેવામાં સુરત અને ઓલપાડ વિસ્તારને જોડતો બ્રિજ એક બાજુ નમી ગયો હતો. આના કારણે જાણે એક મોટી તિરાડ પડી ગઈ છે. આ દરમિયાન એક બાઈક ચાલ ઈજાગ્રસ્ત થયો છે. રાહતની વાત એ છે કે અહીં મોટી જાનહાનિ ટળી ગઈ છે. આ ઘટનાની જાણ થતા તંત્રની કામગીરી સામે ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

મોટી તિરાડ પડી બ્રિજ નમી ગયો
સુરત અને ઓલપાડના બ્રિજને જોડતો એક ભાગ લગભગ 70 ટકા જેટલો નમી ગયો છે. આ દ્રશ્ય જોતા એમ લાગી રહ્યું છે કે જાણે બ્રિજ પર મોટી તિરાડ પડી ગઈ હોય. જોકે હજુ સુધી પણ આ બ્રિજ પર વાહનોની અવર જવર ચાલુ છે. કારણ કે આનો કોઈ બીજો ઓલ્ટરનેટિવ રૂટ નથી. બીજી બાજુ જે ભાગ નમી ગયો છે એને સુધારવા માટે તંત્રે કામગીરી શરૂ કરી દીધી છે.

ADVERTISEMENT

ધોધમાર વરસાદના પગલે દુર્ઘટના થઈ- મેયર
સુરતના મેયર હેમાલીબેન પણ આ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા. તેમણે વરસાદના કારણે આ દુર્ઘટના ઘટી હોવાની માહિતી આપી હતી. આની સાથે જ ઓલ્ટરનેટિવ રૂટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ ગઈ હોવાનું પણ જણાવ્યું હતું. મેયરે આની સાથે આ રૂટ લગભગ મોડી સાંજ સુધીમાં શરૂ થઈ જાય એની ખાતરી આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT