‘દારૂ પીધો રે…’, દારૂના નશામાં ચૂર શિક્ષક ક્લાસમાં જ બેન્ચ પર ઊંઘી ગયો, બાળકો ભગવાન ભરોસે
નર્મદા: ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધીની વાતો વચ્ચે શિક્ષાના ધામમાં કથિત રૂપે દારૂ પીને ક્લાસમાં શિક્ષક આરામ કરતા હોય તેવા શરમજનક દ્રશ્યો સામે આવ્યા છે. ક્લાસમાં…
ADVERTISEMENT
નર્મદા: ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધીની વાતો વચ્ચે શિક્ષાના ધામમાં કથિત રૂપે દારૂ પીને ક્લાસમાં શિક્ષક આરામ કરતા હોય તેવા શરમજનક દ્રશ્યો સામે આવ્યા છે. ક્લાસમાં બાળકો શિક્ષક વિના એકલા જ જાતે ભણી રહ્યા છે અને શિક્ષક ક્લાસમાં બેન્ચ પર પંખો ચાલુ કરીને આરામ કરી રહ્યા છે.
ક્લાસમાં જ દારૂ પીને આરામ કરતા શિક્ષક
વિગતો મુજબ, નર્મદાના ગરુડેશ્વરના કોયારી ગામે શરમજનક કિસ્સો સામે આવ્યો છે. પ્રાથમિક શાળાના શિક્ષક રાજુ સોલંકી નામના શિક્ષક કથિત રીતે દારૂ પીને શાળા ઊંઘતા જોવા મળ્યા હતા. એક તરફ વિદ્યાર્થીઓ શાળામાં ભણવા આવ્યા છે, બીજી તરફ બેન્ચ પર શિક્ષક કથિત દારૂ પીને આરામ ફરમાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના ગામડાઓમાં આ કેવા પ્રકારનું શિક્ષણ મળી રહ્યું છે તેની પોલી ખુલી રહી છે.
ADVERTISEMENT
સ્થાનિક વ્યક્તિએ વીડિયો ઉતારી વાઈરલ કર્યો
સ્થાનિક વ્યક્તિએ સ્કૂલમાં જઈને તેનો વીડિયો ઉતાર્યો છે. જેમાં જોઈ શકાય છે કે કેટલાક બાળકો ક્લાસમાં એકલા જ બેઠા છે અને તેમને ભણાવવા માટે કોઈ શિક્ષક નથી. ક્લાસમાં પાછળ ટીવી ચાલી રહ્યું છે અને બાળકો તેમના પુસ્તકો ખોલીને જાતે અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ક્લાસમાં પંખો ચાલુ છે નીચે બેન્ચ પર શિક્ષક આરામ ફરમાવી રહ્યા છે. વ્યક્તિ તેમને જગાડવાનો પણ પ્રયાસ કરે છે, પરંતુ શિક્ષકને જાણે કોઈ પરવા ન હોય તેમ તેમના એકવાર પણ આંખ ખોલીને સામે જોતા પણ નથી.
(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા)
ADVERTISEMENT
ADVERTISEMENT