‘8 વાગ્યા પછી ગુજરાત પોલીસ પોતે દારુબંધીનું પાલન કરતી નથી’- મેહુલ બોઘરા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં દારુબંધીના કેવા હાલ છે તે આપણે સારી રીતે જાણીએ છીએ, તેનાથી વધારે પોલીસ સારી રીતે જાણે છે અને સરકાર તેનાથી પણ વધુ સારી રીતે જાણે છે. જોકે તેની અમલવારીનો ભંગ કરી છેલ્લા કેટલાક સમયથી પોલીસની દબંગાઈની વિગતો સામે આવવા લાગી છે. હાલમાં જ સુરેન્દ્રનગરના ચુડાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસ કર્મચારી દારુના ચિક્કાર નશામાં જોવા મળ્યો હતો. તે પછી હવે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે પણ એક ઘટના સામે આવી છે તેમાં પણ પોલીસ કર્મી દારુના નશામાં હોવાના આક્ષેપો થયા છે. મામલાઓને લઈને જાણીતા વકીલ મેહુલ બોઘરાએ કહ્યું કે, 8 વાગ્યા પછી ખુદ ગુજરાત પોલીસ પણ દારુ બંધીનું પાલન કરતી નથી.

પોલીસ કર્મચારીઓની દારુના નશામાં હાલતના વીડિયો સામે આવ્યા પછી મેહુલ બોઘરાએ સોશ્યલ મીડિયા પોસ્ટ કરતા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. મેહુલ બોઘરાએ લખ્યું છે કે,
“1. રાત્રિના સમયે મહિલા સાથે દારૂ પીને માર મારવા દોડનાર સુડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ..
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચુડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ રાત્રિના સમયે કાળા કાચ વાળી નંબર પ્લેટ વિનાની ખાનગી ફોરવીલર લઈ આવી; મહિલા સાથે દારૂ પીને ગાળી ગલોચ કરી માર મારવા દોડતા મહિલાએ નારી શક્તિનો પરિચય કરાવ્યો…

‘CM કાર્યાલયમાં અધિકારી છું’ ખોટી ઓળખ આપનાર શખ્સને જામનગર LCBએ અમદાવાદથી ઉઠાવ્યો

2. દારૂ પીધેલ હાલતમાં ટ્રાફીક જમાદાર મળી આવ્યા જે બાબતે જાગૃત નાગરિકે કંટ્રોલરૂમમાં ફરિયાદ આપી..
તારીખ 12/08/2023 સાંજે 8: 30 કલાક આસપાસ અમદાવાદના જજીસ બંગલો પોલીસ ચોકી વસ્ત્રાપુર ખાતે એક જાગૃત નાગરિકને રોકી દંડ વસૂલ કરવાની સત્તા ના હોવા છતાં દંડ વસૂલ કરાતા; જાગૃત નાગરિકે વિરોધ કરેલ તે સમયે ત્યાં ચોકીમાં આવેલા જમાદાર માંથી અતિ તીવ્ર દારુની વાસ આવતી હોય જેથી જાગૃત નાગરિકે કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી.

ADVERTISEMENT

રાત્રિના આઠ વાગ્યા પછી તો ગુજરાત પોલીસ પોતે પણ દારૂબંધીનું પાલન કરતી નથી; કાયદાના રક્ષકો જ કાયદાનું ભક્ષણ કરે છે. અમુક પોલીસ કર્મચારીઓ રાત્રિના સમયે દારૂ પીધેલી હાલતમાં જ જોવા મળે છે. જેથી ગૃહ વિભાગને વિનંતી કે પોલીસ ખાતામાં સર્વપ્રથમ દારૂબંધીનું કડક અમલીકરણ કરવામાં આવે જેથી જાહેર જનતામાં એક પોઝિટિવ મેસેજ જાય અને દારૂબંધીનું કડક અમલીકરણ થાય.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT