Ambaji: અંબાજીમાં દારૂડિયાનો પોલીસને પડકાર, દારૂના નશામાં યુવક 51 શક્તિપીઠ સર્કલ પર ચડી ગયો

ADVERTISEMENT

Ambaji News
Ambaji News
social share
google news
  • અંબાજી 51 શકિતપીઠ સર્કલ પર નશો કરેલો વ્યક્તિ ચઢયો.
  • આ 51 શકિતપીઠ સર્કલનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યુ હતું.
  • 51 શક્તિપીઠ સર્કલની અંદર ગબ્બર પહાડ અને મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

Ambaji News: ગાંધીના ગુજરાતમાં કડક દારુબંધીના કાયદા વચ્ચે પણ દારૂડિયા બેફામ બનીને પોલીસને પડકાર આપી રહ્યા છે. શક્તિપીઠ અંબાજીમાં નશામાં રહેલી વ્યક્તિએ 51 શક્તિપીઠ સર્કલ પર ચડી ગયો હતો. એકબાજુ લાખો ભક્તો મા અંબાના દર્શન માટે દૂર દૂરથી અંબાજી આવતા હોય છે, તો બીજી બાજું દારૂ પીને છાકટા બનેલા તત્વો જાહેરમાં આ રીતે લોકોની આસ્થા સાથે રમત રમી રહ્યા છે.

દારૂના નશામાં 51 શક્તિપીઠ સર્કલ પર ચડ્યો

અંબાજીમાં આવેલા 51 શક્તિપીઠ સર્કલ પર આજે એક વ્યક્તિ નશાની હાલતમાં ચડી ગયો હતો. આ 51 શક્તિપીઠ સર્કલની અંદર ગબ્બર પહાડ અને મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવેલી છે. ખાસ છે કે આ 51 શક્તિપીઠ સર્કલનું મુખ્યમંત્રીએ જ લોકાર્પણ કર્યું હતું. ત્યારે દારૂ પીધેલી વ્યક્તિએ સર્કલ પર ચઢીને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો હતો.

માઈભક્તોએ કડક કાર્યવાહી કરવા માંગ કરી

વીડિયોમાં સ્થાનિક લોકો અને માઈ ભક્તો વ્યક્તિને રોકવાનો પણ પ્રયાસ કરે છે. જોકે તેમ છતાં નશાની હાલતમાં રહેલી આ વ્યક્તિ સર્કલની વચ્ચોવચ ગબ્બરની પ્રતિકૃતિ પર ચડી જાય છે. સ્થાનિક લોકોએ આવા માથાભારે વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખાસ વાત તો એ છે કે અંબાજીમાં આવેલી આ 51 શક્તિપીઠ સર્કલ પોલીસ સ્ટેશનથી નજીક જ આવેલું છે. આજની આ ઘટના પોલીસ માટે પડકારરૂપ બની છે. ગુજરાતમાં નશો કરવા પર પ્રતિબંધ છે તો આ વ્યક્તિ કઈ રીતે નશો કરી સર્કલ પર ચઢ્યો? યુવકનો વીડિયો વાઈરલ થતા તંત્ર દોડતું થયું હતું.

ADVERTISEMENT

(ઈનપુટ: શક્તિસિંહ રાજપૂત, અંબાજી)

    follow whatsapp

    ADVERTISEMENT