ડ્રગ્સના વિરપ્પનની ધરપકડથી આખુ મેક્સિકો ભડકે બળ્યું, 29નાં મોત ગૃહયુદ્ધ જેવી સ્થિતિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : મેક્સિકોમાં એલ ચાપો તરીકે ઓળખાતા કુખ્યાત ડ્રગ લોર્ડના પુત્ર અને સિનાલોઆ કાર્ટેલના વરિષ્ઠ સભ્ય ઓવિડિયો ગુઝમેન જે માઉસ નામથી જાણીતો છે તેની ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે ઉત્તરીય શહેર કુલિયાકાનમાં હિંસા ફાટી નીકળી હતી. આ દરમ્યાન જ્યારે રનવે પરથી દોડતા વિમાનમાં ગોળી વાગી હતી. ગોળીબાર બાદ સતત ગોળીબારના અવાજે તમામ મુસાફરોના જીવ અધ્ધર કરી દીધા હતા.

એક અહેવાલ મુજબ ડ્રગ માફિયાઓના દેશ મેક્સિકોમાં કુખ્યાત ડ્રગ લોર્ડ એલ ચાપોના પુત્રની ધરપકડથી કુલિયાકાન શહેરમાં હિંસાનો સમયગાળો શરૂ થયો છે. આ હિંસાની પકડમાં આવેલા એક વિમાનનો વીડિયો દિવસભર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો બનાવનાર 42 વર્ષીય ટેલેઝ પરિવાર સાથે ક્રિસમસ વિતાવ્યા બાદ તેની પત્ની અને 7, 4 અને 1 વર્ષની વયના બાળકો સાથે મુસાફરી કરી રહ્યો હતો. તેણે જણાવ્યું કે રાતભરના ગોળીબાર છતાં તે સવારે 8:24 વાગ્યાની ફ્લાઇટ માટે એરપોર્ટ પર પહોંચી ગયો હતો. ટેલેઝે કહ્યું કે, ગેંગના સભ્યો એરપોર્ટ પર છે તે સાંભળીને ટેલેઝે તેના પરિવાર સાથે બાથરૂમમાં સંતાઈ ગયો. જોકે અફવા ખોટી હોવાનું બહાર આવ્યું અને એરો મેક્સિકોના મુસાફરો ઝડપથી તેમના વિમાનમાં ચઢી ગયા.

આ દરમિયાન તેણે પોતાના ફોનમાંથી વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે, તે પ્લેનમાંથી એરફોર્સના બે મોટા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, નાના, ફાઈટર જેવા એટેક એરક્રાફ્ટ અને મિલિટ્રી ટ્રકનું રેકોર્ડિંગ કરી રહ્યો હતો. પછી દૂરથી ગોળીબારનો અવાજ ગુંજવા લાગ્યો. સોશિયલ મીડિયા પર ફરતો એક વિડિયો એ જ ઘટના દર્શાવે છે. જેમાં એક બાળક રડે છે ત્યારે મુસાફરો તેમની સીટ પર નીચે ઝૂકી રહ્યા છે.એક ફ્લાઈટ એટેન્ડન્ટે જણાવ્યું કે, એન્જિનમાં ટક્કર થઈ હતી જેના કારણે લીક થવા લાગ્યું હતું. ક્રૂએ મુસાફરોને ઉતરવાની સૂચના આપી તેમને એરપોર્ટના બારી વિનાના વેઇટિંગ રૂમમાં લઈ ગયા. જોકે કોણે કોના પર ગોળીબાર કર્યો તે સ્પષ્ટ નથી.

ADVERTISEMENT

ડ્રગ કાર્ટેલ કિંગપિન એલ ચાપોના પુત્ર ઓવિડિયો ગુઝમેન જે માઉસ નામથી જાણીતો છે તેની ધરપકડ બાદ મેક્સિકોમાં હિંસા ચાલુ છે. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મોટાભાગની હિંસા ઉત્તર સિનાલોઆ રાજ્યના કુલિયાકાન શહેરમાં થઈ હતી. આ શહેર વિશ્વની સૌથી શક્તિશાળી ડ્રગ કાર્ટેલ કિંગપિનનું ઘર પણ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનની મેક્સિકો મુલાકાતના એક સપ્તાહ પહેલા હિંસા ફાટી નીકળી હતી. એલ ચાપોને 2017માં યુએસ પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. મેક્સીકન સંરક્ષણ પ્રધાન લુઈસ ક્રેસેન્સિયો સેન્ડોવલે જણાવ્યું હતું કે, ઓવિડિયો ગુઝમેનની ધરપકડની આસપાસની હિંસામાં 19 શંકાસ્પદ ગેંગ સભ્યો અને 10 લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા હતા.

સેન્ડોવલે જણાવ્યું હતું કેમ 32 વર્ષીય ઓવિડિયો ગુઝમેન જે માઉસ નામથી જાણીતો છે તેની ગુરુવારે વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. આ પછી ગેંગના સભ્યો સાથે ગોળીબાર શરૂ થયો. મંત્રીએ કહ્યું કે, ગુઝમેનને પકડવામાં આવ્યા પછી તેને તેના ઘરેથી એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. ધરપકડ બાદ તેને મેક્સિકો સિટી લઈ જવામાં આવ્યો હતો. હવે તેને મહત્તમ સુરક્ષા ધરાવતી ફેડરલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. સેન્ડોવલે કહ્યું કે, જનતાની સુરક્ષા માટે સિનાલોઆમાં વધારાના સુરક્ષા દળો હાજર રહેશે. હિંસાનો સામનો કરવા માટે આ વિસ્તારમાં 1000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT