અમદાવાદના સિંધુભવન રોડ પર ડ્રોન દ્વારા રખાશે બાજનજર, ડ્રગ્સ પકડશે ડ્રોન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: યુવાનોમાં સૌથી લોકપ્રિય અને તેના કારણે કેટલાક અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃતીઓનો રાફડો બની ચુકેલા સિંધુભવન રોડ પર હવે પોલીસ ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખશે. સતત માથાનો દુખાવો બની રહેલું ડ્રગ્સનું દુષણ ડામવા માટે સરકાર હવે હાઇટેક રસ્તો અપનાવશે.

સિંધુભવન રોડ પર ડ્રગ્સનું દુષણ પોલીસ માટે માથાનો દુખાવો
ક્રાઈમ બ્રાન્ચ, ગુજરાત પોલીસ તેમજ એટીએસ દ્વારા ગુજરાતમાંથી ડ્રગ્સના દુષણને નેસ્ત નાબુદ કરવા માટેનુ અભિયાન હાથ ધર્યું છે. પોલીસે સુરત, અમદાવાદ, કંડલા, રાજકોટમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડી તેઓને જેલ હવાલે કર્યા છે. જો કે ડ્રગ્સનો રાક્ષસ રક્તબીજ જેવો બની ચુક્યો છે એક જગ્યાએથી ડામો ત્યાં બીજી જગ્યાઓએથી નિકળે છે. જેથી હવે તેને ડામવા માટે પોલીસે ડ્રોન સ્કવોર્ડ બનાવી છે. જે ડ્રગ્સ પેડલરો ઉપરાંત રોડ પર બનતી દરેકે દરેક ગતિવિધિ પર બારીક નજર રાખશે.

પોલી કર્મચારીએ સ્વખર્ચે રક્ષાશક્તિ યુનિવર્સિટીમાંથી તાલીમ લીધી
ગૃહમંત્રીએ ડ્રોનને લઈને સૂચના પણ આપી દીધી છે. અમદાવાદના બે પોલીસ કર્મીઓ દ્વારા સ્વખર્ચે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી તાલીમ લીધી છે. તેમજ હવે તેઓ દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓને ડ્રોન તાલીમ આપવામાં આવશે. આગામી સમયમાં સિન્ધુ ભવન રોડ પર ડ્રોનથી નજર રખાશે. ત્યારે ડ્રગ્સ પેડલરો પર ડ્રોન મારફતે વોચ રાખવામાં આવશે.

ADVERTISEMENT

દરેક પોલીસ સ્ટેશનના બે જવાનોને ડ્રોનની ટ્રેનિંગ અપાશે
આ બાબતે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે પીસીબીના અમારા બે કર્મચારીઓ છે. જેઓએ સ્વખર્ચે તાલીમ લીધી છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા જે તાલીમ લેવામાં આવી છે તે આરટીજીસીએ એપ્રુવડ છે. હવે આ લોકો સર્ટીફાઈડ પાયલટ છે અને આ લોકો અન્ય કર્મચારીઓને તાલીમ પણ આપી શકશે. પોલીસમાં સર્ટીફાઈડ પાયલટ મળવાની સંભાવના ખૂબ ઓછી છે. ત્યારે અમે ડ્રોન કેમેરાથી તમામ ઉપર નજર રાખી શકીએ. ડ્રગ્સ પેડલરો પર પણ હવે અમે ડ્રોન કેમેરાથી નજર રાખીશું.

    follow whatsapp

    ADVERTISEMENT