ડ્રાઈવર બન્યો દેવદૂત, ચાલુ બસમાં મહિલાને હાર્ટ એટેક આવ્યો અને પછી…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ રોડ અકસ્માત કે કોઈપણ ઈમરજન્સી હોય તો સામાન્ય રીતે આપમે 108ને ફોન કરતા હોઈએ છીએ. પરંતુ અમદાવાદમાં એક એવી ઘટના બની કે જેનાથી ડોકટરો અને બસમાં સવાર પેસેન્જરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચાલુ બસમાં મહિલાને છાતીમાં દુખાવો ઉપડતા ડ્રાઈવરે અલગ જ પગલું ભર્યું હતું. તેમની સમયસૂચકતાની અત્યારે ઠેર ઠેર ચર્ચા અને પ્રશંસા થઈ રહી છે. ચલો આપણે સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ…

મહિલાને છાતીમાં દુખાવો ઉપડ્યો અને…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ઘટના ત્યારે બની હતી જ્યારે ગાંધીનગરથી બસ અમદાવાદ જઈ રહી હતી. GSRTCની બસમાં લગભગ 35 જેટલા પેસેન્જરો હોવાના અહેવાલો મળી રહ્યા છે. ત્યારે આ બસ જ્યારે કોબા સર્કલ પાસે પહોંચી ત્યારે અચાનક મહિલાને છાતીમાં દુખાવો ઉપડતા સ્થિતિ વણસી ગઈ હતી. આ અંગે ડ્રાઈવરને જાણ થતા તેમણે 108ને ફોન ન કરતા બસને સીધી હોસ્પિટલમાં લઈ ગયો હતો.

ડોકટરે સમય સૂચકતા દાખવી…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બસ ડ્રાઈવરે ઈમરજન્સીમાં હોસ્પિટલ વિભાગમાં લઈ ગયા હતા. જ્યાં ડોકટરે તાત્કાલિક મહિલાની સારવાર કરી લીધી હતી. જેને લઈને લગભગ 15થી 25 મિનિટની અંદર મહિલાની સ્થિતિ સ્થિર થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ડોકટરે જણાવ્યું કે આ મહિલાને હળવા હાર્ટ એટેકની અસર જોવા મળી હતી. અમે મહિલાને જરૂરી સારવાર આપી રજા આપી દીધી છે થોડુ મોડુ થયું હોત તો ગંભીર અસર વર્તાઈ હોવાનો દાવો પણ ડોકટરે કર્યો હતો. પરંતુ સદનસીબે એવું કઈ થયું નહોતું. અત્યારે ચારેય બાજુથી ડોકટરની સમયસૂચકતાની પ્રશંસા કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT