સુરતમાં સિટી બસોના ડ્રાઈવર-કંડક્ટરો હડતાળ પર ઉતર્યા, 70 જેટલી બસો પર લાગી બ્રેક

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat News : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને બીઆરટીએસ બસો અને સિટી બસોને કોન્ટ્રાક્ટ પર ચલાવવાની મંજૂરી આપી છે. આ બસોના ડ્રાઈવર અને કંડક્ટર લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલા છે. આ તમામ વિવાદો વચ્ચે સુરત મહાનગરપાલિકાની 70 જેટલી સીટી બસોના ડ્રાઈવરો અને કંડક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. આ લોકોની માંગ છે કે તેમને જે પગાર મળે છે તેનાથી તેમના ઘરનું ભરણપોષણ થતું નથી, તેમનો પગાર વધારવામાં આવે અને તેમની સુરક્ષાને લઈને વિવિધ પગલાં લેવામાં આવે.

સુરતમાં ડ્રાઈવર-કંડક્ટરો હડતાળ પર ઉતર્યા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિટી બસ ડેપોમાં આજે સિટી બસના ડ્રાઇવરો અને કંડક્ટરોએ તેમની બસ એક જગ્યાએ પાર્ક કરી હતી. સિટી બસોના ડ્રાઇવરો અને કંડક્ટરોની હડતાળના કારણે આ બસોમાં મુસાફરી કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તમામ ડ્રાઈવર-કંડક્ટરોની માંગ પગાર વધારાની છે. તેમણે મળતા ભથ્થામાં તેમનું ભરણપોષણ પણ ન થતું હોવાનો દાવો કર્યો છે.

સુરતના કતારગામ BRTS બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો

નોંધનીય છે કે સુરતના રસ્તાઓ પર દરરોજ બીઆરટીએસ બસના ડ્રાઇવરો હોય કે સિટી બસના ડ્રાઇવરો, તેઓ લોકોને અટફતે લઈ મારતા રહે છે. થોડા દિવસો પહેલા સુરતના કતારગામ વિસ્તારમાં બે BRTS બસ વચ્ચે અથડામણમાં 6 થી 7 લોકો અથડાયા હતા જેમાંથી એકનું મોત થયું હતું. હવે આ મામલે સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે.

ADVERTISEMENT

મહાનગરપાલિકાએ અનેક પ્રકારની કોન્ટ્રાક્ટ એજન્સીઓ માટે નીતિ નિયમો બનાવ્યા છે, જેનું પાલન કરવાનું રહેશે, જો કોઈ પાલન નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટ આધારિત બીઆરટીએસ બસો અને સિટી બસોના ડ્રાઇવરો દ્વારા થતા માર્ગ અકસ્માતો અટકાવવા અને કંડક્ટરો પૈસા લીધા બાદ બસ મુસાફરોને ટિકિટ ન આપતા હોવાના કિસ્સાઓ અટકાવવા મહાનગરપાલિકાએ કડક પગલાં લીધા છે.

રિપોર્ટઃ સંજયસિંહ રાઠોડ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT