DRIની મોટી કાર્યવાહી, 20 કરોડોની પ્રતિબંધિત E-સિગારેટનો જથ્થો સુરતથી ઝડપી પાડયો

ADVERTISEMENT

dri
dri
social share
google news

સંજયસિંહ રાઠોડ, સુરત: ગુજરાતમાં અવાર-નવાર મુંદ્રા પોર્ટ વિવાદમાં આવી રહ્યું ત્યાર વધુ એક વખત મુંદ્રાપોર્ટ પર સવાલ ઊભા થયા છે.  ભારતમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ છે. તેમ છતાં ચીનમાંથી ભારતમાં ઈ-સિગારેટ સપ્લાય કરવામાં આવી રહી છે. ભારતમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ છે છતાં સારા ઓર્ડર મળી રહ્યા છે.   સુરતમાં DRIના દરોડા દરમિયાન પ્રતિબંધિત ઈ-સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો છે.  સવાલ એ ઊભો થાય છે કે આ પ્રતિબંધિત ઈ-સિગારેટ ચીનથી ભારતમાં કેવી રીતે પહોંચી, સંબંધિત એજન્સીઓને તેની જાણ કેમ નથી.

ગુજરાતના મુંદ્રા બંદરેથી થોડા દિવસ પહેલા જ મોટી સંખ્યામાં ડ્રગ્સ ઝડપાયું હતું. હવે ફરી એકવાર એ જ મુન્દ્રા પોર્ટ પર ભારતમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનો મોટો જથ્થો ચીનથી પહોંચ્યો છે અને તેની કોઈને જાણ નથી. ઈ-સિગારેટનું આ કન્સાઈનમેન્ટ એક કન્ટેનર મારફતે મુંબઈ તરફ લઈ જવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન સુરત DRI વિભાગના યુનિટને બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે કન્ટેનરમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનો મોટો જથ્થો મુંદ્રા બંદરથી મુંબઈ તરફ જઈ રહ્યો છે. આ જ બાતમીદારની માહિતીના આધારે DRI અધિકારીઓએ સુરતના પલસાણા વિસ્તારમાં કન્ટેનરને અટકાવ્યું હતું. કન્ટેનરની તપાસ કરતાં તેમાંથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેનરમાંથી મળી આવેલ ઈ-સિગારેટના કન્સાઈનમેન્ટ જોઈને ખુદ ડીઆરઆઈના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ડીઆરઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે મુંદ્રા સેઝથી નીકળીને મુંબઈ તરફ જતા કન્ટેનરમાંથી ભારતમાં પ્રતિબંધિત ઈ-સિગારેટના 107 બોક્સ મળી આવ્યા છે. જેમાં લગભગ 85,000 નંગ ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો છે. જેની બજાર કિંમત અંદાજે 20 કરોડ રૂપિયા છે.

ભિવંડીમાં પણ ઈ-સિગારેટનો જંગી સ્ટોક
ઝડપાયેલ એક ઈ-સિગારેટની બજાર કિંમત અંદાજે 2,400 રૂપિયા છે. કન્ટેનરમાંથી પ્રતિબંધિત ઈ-સિગારેટની સાથે અન્ય કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે સુરતના પલસાણા વિસ્તારમાંથી ઝડપાયેલી ઈ-સિગારેટના કન્સાઈનમેન્ટની DRIના અધિકારીઓ તપાસ કરી રહ્યા હતા તે સમયે ઓર્ડર આપનાર કંપનીનો કર્મચારી પરવેઝ આલમ પણ સ્થળ પર પહોંચી ગયો હતો. કન્સાઈનમેન્ટની તપાસ અંગે પરવેઝ આલમે DRI અધિકારીની પૂછપરછ શરૂ કરી હતી. પરવેઝને ખ્યાલ પણ ન હતો કે તે ડીઆઇઆરના અધિકારીઓ છે. જોકે ડીઆરઆઈએ પરવેઝને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ શરૂ કરી. કર્મચારીની પ્રાથમિક પૂછપરછમાં DRIને જાણવા મળ્યું છે કે ભિવંડીમાં પણ ઈ-સિગારેટનો જંગી સ્ટોક છે.

ADVERTISEMENT

ચીનથી ભારતમાં કેવી રીતે આવી? 
વધુ ઇ સીગરેટના જથ્થાની જાણકારી મળતા  DRIના અધિકારીઓ પણ ભિવંડી પહોંચ્યા હતા અને ત્યાંથી પણ બે કરોડ રૂપિયાની ઈ-સિગારેટ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ભારતમાં પ્રતિબંધિત ઈ-સિગારેટ ચીનથી આયાત કરવામાં આવી હતી અને કસ્ટમ વિભાગને તેની જાણ સુદ્ધાં નહતી. તેથી, પ્રતિબંધિત ઇ-સિગારેટ ચીનથી ભારતમાં કેવી રીતે મોકલવામાં આવી તે પ્રશ્ન ચોક્કસપણે ઉભો થાય છે. સુરતના પલસાણા વિસ્તારમાંથી ઈ-સિગારેટ સાથે જપ્ત કરાયેલ કન્ટેનર સુરતના સચિન GIDC વિસ્તારમાં રાખવામાં આવ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT