સૌરાષ્ટ્રમાં પાણી ખુટે નહીં તે માટે આણંદ-ખેડાના બે તળાવે પહોંચ્યા કુંવરજી બાવળીયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.ખેડાઃ ખેડા જિલ્લાનું પરીએજ તળાવ અને આણંદ જિલ્લાનું કનેવાલ તળાવ સૌરાષ્ટ્રમાં પાણી પુરૂ પાડે છે. ત્યારે આગામી ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પાણીની તંગી ન સર્જાય તે માટે તળાવની પરિસ્થિતિ કેવી છે તેની સમીક્ષા કરવા માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ બન્ને જિલ્લાના તળાવની મુલાકાત કરી હતી. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આણંદ જિલ્લાના કનેવાલ તળાવ અને ખેડા જિલ્લાના પરીએજ તળાવ તેમજ હેડ વર્કસ પમ્પીંગ સ્ટેશન અને સંમ્પની મુલાકાત લઈ આ તળાવ આધારિત પીવાના પાણી અને સિંચાઈ માટે કાર્યરત યોજનાઓની જાણકારી મેળવી ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા – વિચારણા કરી આગામી ઉનાળાની ઋતુને ધ્યાને લઈ ઉનાળાના દિવસોમાં લોકોને પીવાના પાણીની કોઈ તકલીફ ના પડે તે બાબતે આગોતરા આયોજન સંદર્ભે સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

BAPS સંસ્થાના મહંત સ્વામીએ PM મોદી માટે લખ્યો પત્રઃ કહ્યું ‘આજે સમાચાર મળ્યા કે…’

પાણીની મુશ્કેલી ન પડે તે જોવા ખાસ તાકિદ
મંત્રીએ આ બંને તળાવો સંલગ્ન યોજનાઓની સમીક્ષા કરીને લોકોને આવનાર દિવસોમાં સિંચાઈ અને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે કરવાની થતી તમામ કામગીરી સત્વરે હાથ ધરવા જરૂરી સૂચના આપી હતી. તેમણે આ તળાવો મારફતે પમ્પીંગ દ્વારા સૌરાષ્ટ્રના વિસ્તારોને પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી પહોંચાડવામાં આવતો પાણીનો પુરવઠો પુરતા પ્રમાણમાં અને સાતત્યપૂર્ણ રીતે છેવાડાના ગામો સુધી પહોંચે અને લોકોને ઉનાળાના સમયમાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે જોવા ખાસ તાકિદ કરી હતી.

ADVERTISEMENT

રિષભ પંતને તરફડિયા મારતો મૂકી લોકો રૂપિયા લૂંટતા રહ્યા? અટકળો થઈ વેગવંતી…

કયું તળાવ કેટલા વિસ્તારમાં પાણી પુરું પાડે છે
ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં આવેલ પરીએજ તળાવ ૩૬૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે, જેના થકી સૌરાષ્ટ્રના ૪૧ નગરો અને ૨૧૩૧ ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, તેમજ આણંદ જિલ્લામાં આવેલું કનેવાલ તળાવ ૫૨૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ છે, જેના થકી તારાપુર તાલુકાના ૧૪૩૬ હેક્ટર વિસ્તારને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે, આ ઉપરાંત વલ્લી ગામ પાસે આવેલ મિલરામપુરા પાણી પુરવઠા યોજના મારફત ખંભાત અને તારાપુર તાલુકાના ૫૧ ગામો, ખંભાત નગરપાલિકા પાણી પુરવઠા યોજના મારફત ખંભાત શહેર અને આજુબાજુના ગામો તથા સૌરાષ્ટ્ર પાઇપલાઇન દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહયુ છે. મંત્રી કુંવરજી બાવળીયાની મુલાકાત સમયે નાયબ દંડક રમણભાઇ સોલંકી, પ્રાંત અધિકારી નિરૂપા ગઢવી તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT