‘નળ છે પણ જળ નથી’- ભાજપના તંત્રના વાતોના વડા વચ્ચે જામનગરમાં ટેન્કર રાજ યથાવત
દર્શન ઠક્કર.જામનગરઃ આપણા ગુજરાત રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં પાણી માટે મહિલાઓને રીતસર જહેમત ઉઠાવવી પડી છે. આવું જ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રનું…
ADVERTISEMENT
દર્શન ઠક્કર.જામનગરઃ આપણા ગુજરાત રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં પાણી માટે મહિલાઓને રીતસર જહેમત ઉઠાવવી પડી છે. આવું જ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું જામનગરમાં. જામનગર શહેરમાં પણ આવી જ સ્થિતિ છે. જ્યાં કેટલાક ઘરમાં નળ તો છે પરંતુ તેમાં જળ આવતું નથી. તો કેટલાક ઘરોમાં ગટરનું દુર્ગંધ મારતુ પાણી આવતું હોવાથી મહિલાઓની મુશ્કેલી વધારી રહ્યું છે. જેને લઈને તંત્ર ટેન્કર મારફતે કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી વિતરણ કરી રહ્યું છે. એટલે કે જામનગર શહેરના પણ કેટલાક વિસ્તારોમાં હજુ ટેન્કર રાજ ચાલી રહ્યું છે. શું છે પાણીની પારાયણ આવો જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં.
મહિલાઓને રોજ પગપાળા યાત્રા ફિક્સ
ગુજરાત રાજ્ય સરકારની યોજના છે કે દરેક ઘરમાં નળ પહોંચે પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે મોટાભાગના ઘરોમાં નળ તો છે પરંતુ આ નળમાં નથી આવતું જળ. આવી સ્થિતિ સૌરાષ્ટ્રના જામનગર શહેરના બેડી વિસ્તારની છે. જામનગર શહેરના વોર્ડ નંબર 1માં આવેલા બેડી વિસ્તાર કે જ્યાં પીવાના પાણી માટે મહિલાઓને દરરોજ સવારે પગપાળા યાત્રા કરવાનો વારો આવે છે. પાણી માટે મહિલાઓને રીતસર જહેમત ઉઠાવવી પડી છે. આ સ્થિતિ આજકાલની નહીં પરંતુ પાછલા કેટલાય સમયથી બેડી વિસ્તારમાં પાણીનો સૌથી વિકટ પ્રશ્ન સર્જાયો છે. કેટલાક ઘરમાં નળ છે પરંતુ તેમાં જળ આવતું નથી. તો કેટલાક ઘરોમાં ગટરનું દુર્ગંધ મારતુ પાણી મહિલાઓની મુશ્કેલી વધારી રહ્યું છે. મહિલાઓ સહિત સ્થાનિક લોકોની ફરિયાદ છે કે અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં પીવાના પાણીની સુવિધા આપવામાં તંત્ર નપાણીયુ સાબિત થયું છે. સ્થાનિક કાઉન્સિલર પણ સમગ્ર મુદ્દે દોષનો ટોપલો અધિકારીઓ અને શાસકો પર ઢોળી રહ્યા છે.
નૂરમામદ પલેજા (કોર્પોરેટર જામનગર)
ADVERTISEMENT
સુરતમાં મેટ્રો રેલ પ્રોજેકટમાં કામ કરી રહી છે SP સિંગલા કંપની, ગંગાપુલની હાલતથી ચિંતાતુર બન્યા સુરતી
બધેથી મળી રહ્યો છે એ જ સરકારી જવાબ
જામનગરના બેડી વિસ્તારની આ પરિસ્થિતિને લઈ અમારી ટીમે જ્યારે મહાનગર પાલિકાના વોટર વર્કસ શાખાના અધિકારીઓનો સંપર્ક કર્યો તો તેઓએ એ જ સરકારી જવાબ આપ્યો કે, થોડા દિવસમાં પાણીનો પ્રશ્ન ઉકેલાઇ જશે. અધિકારીનો દાવો છે કે, પાણીની લાઇન નાખવાનું કામ ચાલુ હોવાથી મુશ્કેલી આવી રહી છે અને થોડા દિવસમાં આ પ્રશ્ન ઉકેલાઇ જશે જોકે નાગરિકોને હાલાકી ન પડે તે માટે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યાનો દાવો પણ વોટર વર્કસ વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે.
નરેશ પટેલ (અધિકારી, વોટર વર્કસ, મનપા, જામનગર )
ADVERTISEMENT
34,000 વસ્તી સામે ટેન્કર ફક્ત 12,000ને કરે છે વિતરણ
જામનગર શહેરના આ બેડી વિસ્તારમાં કુલ 34 હજાર જેટલી વસ્તી છે જેમાંથી 12 હજાર જેટલા લોકોને મહાનગરપાલિકા નું તંત્ર ટેન્કર મારફતે પીવાનું પાણી વિતરણ કરે છે. મહિલાઓ દૂર દૂરથી પીવાના પાણી માટે દોડી આવે છે અને ક્યારેક મહિલાઓ કોઈપણ કારણોસર પીવાનું પાણી લેવા પહોંચી ન શકે તો તેમને આખા દિવસ પીવાનું પાણી મળતું નથી અને તેમને ભારે હાલાકી નો સામનો કરવો પડતો હોય છે. ત્યારે મહત્વનું છે કે, અધિકારીઓ ખોટા બણગા ફૂંકવાને બદલે પ્રજાની મુશ્કેલીનો ચિતાર મેળવીને તેના ઉકેલ માટે પ્રયાસો કરે તે જરૂરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT