GUJARAT ના પ્રથમ મહિલા ચીફ સેક્રેટરી મંજુલ સુબ્રમણ્યમનું અવસાન
વડોદરા : ગુજરાતના પ્રથમ મહિલા ચીફ સેક્રેટરી અને 1972 બેચના IAS અધિકારી ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું આજે 74 વર્ષની વયે લાંબી માંદગી બાદ અવસાન થયું છે.…
ADVERTISEMENT
વડોદરા : ગુજરાતના પ્રથમ મહિલા ચીફ સેક્રેટરી અને 1972 બેચના IAS અધિકારી ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું આજે 74 વર્ષની વયે લાંબી માંદગી બાદ અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી વિવિધ બિમારીઓના કારણે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે, તેઓ 1972 બેચના આઇએએસ અધિકારી હતા અને 2007 માં ગુજરાતના પ્રથમ ચીફ સેક્રેટરી તરીકે તેઓએ પદભાર સંભાળ્યો હતો.
એ.કે રાકેશે તેમને સ્વચ્છ અને ઇમાનદાર અધિકારી ગણાવ્યા
આ અંગે ગુજરાતના ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી એ.કે રાકેશે જણાવ્યું કે, તેઓ લાંબા સમયથી બિમાર હતા. છેલ્લા એક અઠવાડીયાથી તેમની વડોદરાની એક હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી હતી. જો કે તેઓએ આજે અંતિમ શ્વાસ લીધા છે. તેઓનું ગુજરાતના અર્બન અને પાવર સેક્ટરમાં અકલ્પનીય યોગદાન રહ્યું છે. તેઓની છબી એક ખુબ જ સરળ અને ઇમાનદાર અધિકારી તરીકેની હતી.
રિવરફ્રંટથી માંડીને વિજિલન્સ કમિશન સુધી અનેક મહત્વના પદ પર મહત્વનાં કામ કર્યા
તેઓનો ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકેનો કાર્યકાળ 1 સપ્ટેમ્બર, 2002 થી 30 સપ્ટેમ્બર, 2008 સુધીનો રહ્યો હતો. જો કે તેઓ રિટાયર્ટમેન્ટ બાદ તેઓની સ્વચ્છ છબીને જોતા સરકારે તેમને વિજિલન્સ કમિશ્નર બનાવ્યા હતા. તેઓ નિવૃતી બાદ પણ અનેક મહત્વના હોદ્દાઓ પર રહ્યા હતા. સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં પણ તેઓનું યોગદાન ખુબ જ મહત્વનું હતું. આ ઉપરાંત તેઓ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપની (GIPCL) માં પણ તેઓ ડાયરેક્ટર રહ્યા હતા. તેઓએ આ પદ પરથી પોતાના સ્વાસ્થયની સમસ્યાઓના કારણે રાજીનામું આપ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT