Dr chag suicide case: સાંસદ રાજેશ ચુડાસમાની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
ભાર્ગવી જોશી, જૂનાગઢ: વેરાવળના જાણીતા ડો.ચગે 12મી ફેબ્રુઆરીના રોજ તેમની હોસ્પિટલના ઉપરના માળે આત્મહત્યા કરી લીધી હતી. સ્યુસાઈડ નોટમાં જૂનાગઢના સાંસદ અને તેમના પિતાનું નામ…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી, જૂનાગઢ: વેરાવળના જાણીતા ડો.ચગે 12મી ફેબ્રુઆરીના રોજ તેમની હોસ્પિટલના ઉપરના માળે આત્મહત્યા કરી લીધી હતી. સ્યુસાઈડ નોટમાં જૂનાગઢના સાંસદ અને તેમના પિતાનું નામ લખવામાં આવ્યું હતું. પરિવાર દ્વારા જવાબદારોને ફરિયાદ નોંધાવવા વિનંતી કરવા છતાં પોલીસે ફરિયાદ નોંધી ન હતી. આથી હવે હાઈકોર્ટે જૂનાગઢ આઈજી, એસપી અને પીઆઈને નોટિસ ફટકારી હતી . વેરાવળના જાણીતા તબીબ ચગના આપઘાત કર્યા બાદ સાંસદ રાજેશ ચુડાસમાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.
ડોક્ટરની આત્મહત્યા બાદ સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમાનું નામ સુસાઈડ નોટમાં લખેલું જોવા મળ્યું હતું, ત્યારથી સાંસદ મીડિયા સામે આવવાથી દૂર રહ્યા હતા. આજે જૂનાગઢમાં પ્રદેશ ભાજપના કાર્યક્રમમાં પહોંચેલા રાજેશ ચુડાસમાએ મીડિયા સામે જણાવ્યું હતું કે,અમારે પારિવારિક સંબંધો હતા, જ્યારે તેઓ તબીબ પરિવારથી દૂર હતા ત્યારે મારો પરિવાર ટિફિન મોકલતો હતો .જે આક્ષેપો થયા છે તે અંગે મારે શું કહેવું? તેના પરિવાર દ્વારા. પોલીસ જ્યાં મારી જરૂર પડશે ત્યાં હું સહકાર આપીશ. મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે.
પહેલી વાર કાર્યક્રમમાં આપી હાજરી
તબીબનું અવસાન થયું ત્યારથી આજદિન સુધી તેમણે કોઈ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી, આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ જૂનાગઢમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે, આવી સ્થિતિમાં સાંસદની હાજરી ચોક્કસ પ્રશ્નો ઉભા કરશે, તો રાજેશ ચુડાસમાએ આજે પ્રતિક્રિયા આપી હતી. અને કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.
ADVERTISEMENT
જાણો શું કહ્યું સાંસદ રાજેશ ચુડાસમાએ
ડૉ ચગે આત્મહત્યા કર્યા બાદ તેમના પરિવાર પર આફત આવી છે. ભગવાન તેમના પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે. ડૉ ચગ સાથે અમારે 35 વર્ષથી પારિવારિક સબંધો હતા. હું જ્યારે રાજકારણમાં ન હતો ત્યારથી અમારા સબંધો હતા. ક્યાંકને કયાંક એકાંત જીવન જીવતા અને તેમના પરિવરથી દૂર રહેતા ત્યારે 15 થી 17 વર્ષ મારા પરિવાર દ્વારા તેમણે ટિફિન જતું. ત્યારે એમના પુત્ર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ તપાસ માટે જ્યાં જરુંર પડે ત્યાં સહકાર આપવા તૈયાર છું. અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.
હોસ્પિટલમાં જ ખાધો હતો ગળાફાંસો
વેરાવળમાં સેવાભાવી અને નામના ધરાવતા તબીબ ડો. અતુલ ચગ એમ.ડી. એ હોસ્પિટલની ઉપરના માળે આવેલા મકાનમાં જ પંખે લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો. સવારે 11 વાગ્યે નિયમિત ડોક્ટર નીચે આવતા હતા, પરંતુ 12 ફેબ્રુઆરીના સવારના ટાઈમે નીચે ન આવતા સ્ટાફે 11 વાગ્યા બાદ જોતા ગળેફાંસો ખાઈ લીધાની જાણ થઈ હતી. જેથી સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે આજે તેઓની પરિવારજનોની હાજરીમાં અંતિમયાત્રા કાઢવામાં આવી છે.
ADVERTISEMENT
ડોકટર ચગે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ કરી હતી. જેમાં મોટા ગજાના રાજકીય આગેવાનોના કારણે આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ હાલ તો સુસાઇડ નોટ કબ્જે કરીને પાસ ચલાવી રહી છે.
ADVERTISEMENT
પીએમ રિપોર્ટ
પીએમમાં પણ સ્પષ્ટ જાણવા મળ્યું હતું કે, હેંગિંગના કારણે તેમનું મોત થયું છે. અતુલ ચગ વેરાવળના જાણીતા ડોક્ટર હતા, અને તે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતી, તેમને પંખાથી મફલર વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
જાણો શું લખ્યું હતું સ્યુસાઇડ નોટમાં
સ્યુસાઇડ નોટમાં એક જ લીટીમાં રાજેશભાઈ ચુડાસમા તથા નારણભાઇના કારણે આત્મહત્યા કરતો હોવાનું જણાવાયું છે.
હાઈકોર્ટે તમામ સામે ઈશ્યૂ કરી નોટિસ
યોગ્ય ન્યાય માટે ડો. ચગના પરિવારજનો અનેક વખત પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ કોઈ જવાબ યોગ્ય ન મળતા આખરે પરિવારે ડીઆઈજી, આઈજીપી, પીઆઈ, એડવોકેટ રાજેશ કાનાણી અને યોગેશ લાખાણી સમક્ષ હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ અરજી કરી હતી. જેની સુનાવણી 13 માર્ચ અને 15 માર્ચે થઈ હતી, જેમાં કોર્ટે ચારેય વિરુદ્ધ નોટિસ જારી કરી છે. હકીકતમાં, 17 ફેબ્રુઆરીના રોજ ડો.ચુગના પુત્ર હિતાર્થે સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણ ચુડાસમા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, પરંતુ તે નોંધવામાં આવી ન હતી, ત્યારબાદ 22 ફેબ્રુઆરીએ ડીઆઈજી સહિત તમામને મેઈલ દ્વારા, IG, SPએ આ મામલાની માહિતી આપી હતી અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને ફરિયાદ નોંધવામાં આવે, નહીં તો તમામની સામે કોર્ટના અવમાનનાની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ પણ પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં ન આવતાં પરિવારના વકીલે કોર્ટની અવમાનનાની અપીલ કરી હતી.
પરિવારજનોનો આક્ષેપ
પરિવારજનોએ કહ્યું કે, અતુલ ચગે રાજેશ ચુડાસમાના પિતાનો જીવ બચાવ્યો હતો. આમ છતાં તેમણે અતુલ ચગનો જીવ લીધો છે. વધુમાં પરિવારના સભ્યોએ કહ્યું કે, ડૉ.અતુલ ચગ આર્થિક કારણથી આવું પગલું ક્યારેય ભરે નહીં. તે મજબૂત મનોબળના માનવી હતા. અતુલ ચગે પોતાના જીવનમાં અનેક ચડાવ-ઉતાર જોયા છે. જેથી તે આર્થિક કારણોસર આત્મહત્યા જેવું પગલું ભરી શકે નહીં.
આ પણ વાંચો: TET 1-2ની પરીક્ષાની પરીક્ષાનો કાર્યક્રમ સત્તાવાર જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ તપાસની કરી હતી માંગ
આ મામલામાં રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ તપાસની માગ કરી છે તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકતા લખ્યું છે કે આ આપઘાતનો મામલો ખુબ જ દુખદ છે. ડો. ચગની અંતિમ ચીઠ્ઠી અને તેમનો આપઘાતને લઈને ઉંડી તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે ગીર સોમનાથમાં ખુબ જ લોકપ્રિય નિષણાંત ડો. અતુલ ચગનો આપઘાત આઘાતજનક છે. તેઓ ઉમદા વ્યક્તિ પણ હતા. કોરોનાના સમયમાં માનવતાવાદી અભિગમ દર્શાવી ઉતકૃષ્ટ કામગીરી કરી હતી. આ દુખદ સમયમાં પરિવારજનોને સંવેદના પાઠવવું છું. આ મામલે ગહન તપાસ થાય તેવી હું લાગણી વ્યક્ત કરું છું. તેમણે આ પત્ર સોશ્યલ મીડિયા પર મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ઉપરાંત ગુજરાત પોલીસને ટાંકીને લખ્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT